લક્સની નવી બ્રાન્ડ એમ્બેસેડર બની સુહાના ખાન, પર્પલ ઓફ શોલ્ડર ડ્રેસમાં લૂંટી મહેફિલ
Suhana Khan Lux New Brand Ambassador: બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનને લક્સની નવી બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. આ પહેલા શાહરૂખ ખાન લક્સના બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુહાના ખાન આજે, 29 એપ્રિલ 2024ના રોજ લક્સના 100 વર્ષની ઉજવણી માટે આયોજિત ઉજવણીમાં પહોંચી હતી. આ સમય દરમિયાન અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી
સુહાના ખાન લક્સ ઈવેન્ટમાં પર્પલ કલરના ઓફ-શોલ્ડર મિની ડ્રેસમાં પહોંચી હતી. અભિનેત્રીએ મિનિમલ મેકઅપ વગર પોતાનો લુક પૂર્ણ કર્યો છે.
સુહાના ખાન પર્પલ રંગના સ્ટાઇલિશ ડ્રેસ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન તેણે ઘણા બધા પોઝ પણ આપ્યા હતા.
લક્સની બ્રાન્ડ એમ્બેસેડર બનીને સુહાના ખાને તેના પિતા શાહરૂખ ખાનના પગલે ચાલી રહી છે. આ પહેલા વર્ષ 2005માં શાહરૂખ ખાન લક્સના બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે.
સુહાના ખાન ઉપરાંત કરીના કપૂર, શ્રીદેવી, જુહી ચાવલા અને હેમા માલિની પણ લક્સની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકી છે.
ગયા વર્ષે મેકઅપ બ્રાન્ડ ન્યુયોર્ક મેબ્લીને સુહાના ખાનને ભારતની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરી હતી.
સુહાના ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે ગયા વર્ષે ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેમની આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. હવે તે તેના પિતા શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે.