Surbhi Chandna Wedding: પ્રી વેડિંગ શૂટમાં પતિ સાથે શાનદાર પોઝ આપતી જોવા મળી સુરભી ચંદના, જુઓ તસવીરો
ટીવીના પોપ્યુલર શો 'ઈશ્કબાઝ'ની એક્ટ્રેસ સુરભી ચંદના 1 અને 2 માર્ચે જયપુરમાં ભવ્ય લગ્ન કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી હવે કરણ શર્મા સાથેના તેના 13 વર્ષ જૂના સંબંધોને લગ્નમાં બદલશે. લગ્ન પહેલા આ કપલે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું.
આ ફોટોશૂટમાં બંને વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. અભિનેત્રીએ સફેદ ડીપનેક ગાઉન પહેર્યું હતું.
જ્યારે તેના ભાવિ પતિ એટલે કે કરણે સફેદ પઠાણી કુર્તા અને સલવાર સાથે બ્લેઝર પહેર્યું છે.
આ પ્રી-વેડિંગ ફોટોશૂટમાં બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી હતી. બંને એકબીજા સાથે કમ્ફર્ટેબલ પણ જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે લગ્નના સમાચારો સિવાય સુરભી એક વિવાદમાં પણ ફસાયેલી છે. તાજેતરમાં એક ડિઝાઈનરે તેના પર લગ્ન માટે ફ્રીમાં વેડિંગ આઉટફિટ માંગવાનો આરોપ મૂક્યો હતો.
પ્રિ વેડિંગ ફોટોશૂટમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
(તમામ તસવીરો સુરભી ઈન્સ્ટાગ્રામ)