Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Look: કરિના કપૂરનો બૉસ લેડી લૂક, 'ધ બકિંઘમ મર્ડર્સ'ના ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં એક્ટ્રેસનો કિલર અંદાજ
Kareena Kapoor Boss Lady Look: કરીના કપૂર તેની આગામી ફિલ્મ 'ધ બકિંઘમ મર્ડર્સ'ના ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં આજે એટલે કે 3જી સપ્ટેમ્બરે પહોંચી હતી. જ્યાં અભિનેત્રીનો બૉસ લેડી લૂક જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૉલીવૂડની સુંદર અભિનેત્રી કરીના કપૂરની મૉસ્ટ અવેટેડ ફિલ્મ 'ધ બકિંઘમ મર્ડર્સ'નું ટ્રેલર હવે રિલીઝ થઈ ગયું છે. જે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પૉપ્યૂલર થઈ ગયુ છે. આ માટે મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરીના સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી હતી. જુઓ નીચેની તસવીરો.... કરીના કપૂરની આ તસવીરો તેની આગામી ફિલ્મ 'ધ બકિંઘમ મર્ડર્સ'ના ટ્રેલર લૉન્ચ ઇવેન્ટની છે. જ્યાં એક્ટ્રેસ ઓલ બ્લેક લૂકમાં જોવા મળી હતી.
કરીના કપૂરે તેની ફિલ્મના ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં બ્લેક કલરનો પેઇન્ટ સૂટ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.
કરીના કપૂરે સેટલ મેકઅપ, હાઈ હીલ્સ અને ખુલ્લા વાળ સાથે પોતાનો ગ્લેમરસ લૂક પૂર્ણ કર્યો. ઈવેન્ટમાં જતા પહેલા કરીનાએ પૈપરાજીને ઘણા પૉઝ આપ્યા હતા. આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.
અભિનેત્રીની ફિલ્મ 'ધ બકિંઘમ મર્ડર્સ' આ મહિને એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવા જઈ રહી છે.
કરીનાની આ ફિલ્મ ક્રાઈમ-મિસ્ટ્રી અને થ્રિલરથી ભરપૂર છે. જેમાં અભિનેત્રી ખૂબ જ દમદાર પાત્રમાં જોવા મળશે.
આ પહેલા કરીના કપૂર ફિલ્મ 'ધ ક્રૂ'માં જોવા મળી હતી. જેમાં તે કૃતિ સેનન અને તબ્બુ સાથે જોવા મળી હતી.