The Kerala Story જ નહી બોલિવૂડની આ ફિલ્મોના રીલિઝ પર થઇ ચૂક્યો છે વિવાદ
બોલિવૂડની ઘણી ફિલ્મોએ તેમની રિલીઝ પહેલા ઘણા રાજકીય વિવાદોનો સામનો કરવો પડ્યો છે. તેમના પર પ્રતિબંધની માંગ પણ ઉઠી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુદીપ્તો સેને ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'એ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બલાની અને સિદ્ધિ ઈદનાની સહિત અનેક કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં લવ જેહાદના મુદ્દે અનેક રાજકીય પક્ષોએ વિરોધ દર્શાવ્યો છે. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે અરજીઓ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. તમામ વિવાદો વચ્ચે આ ફિલ્મ આજે થિયેટર્સમાં રીલિઝ થઇ ચૂકી છે.
વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' કાશ્મીરી પંડિતોની દુર્દશા પર આધારિત છે. આ ફિલ્મ વર્ષ 2022માં રીલિઝ થઈ હતી અને ખૂબ જ હિટ રહી હતી. જોકે આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો જે હજુ પણ ચાલી રહ્યો છે. ઘણા રાજકીય પક્ષોએ તેને પ્રોપેગેન્ડા ગણાવ્યો હતો.
અનુપમ ખેર સ્ટારર ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ રાજકીય ખેંચતાણમાં ફસાઈ ગઈ હતી. કોંગ્રેસે ફિલ્મની રિલીઝના સમય સામે વાંધો ઉઠાવ્યો હતો.
દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ પદ્માવત વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. કરણી સેનાએ આ ફિલ્મને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.
'ધ તાશ્કંદ ફાઇલ્સ' વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં દેશના બીજા પીએમ લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુના રહસ્યને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મને લઈને ઘણો રાજકીય વિવાદ થયો હતો.
શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ 'પઠાણ' રિલીઝ થાય તે પહેલા જ ઘણો વિવાદ થયો હતો. ઘણા રાજકીય પક્ષો અને ધાર્મિક સંગઠનોએ ફિલ્મના એક ગીત 'બેશરમ રંગ'માં દીપિકા પાદુકોણની કેસરી બિકીની સામે વાંધો ઉઠાવ્યો હતો. ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. જોકે, રિલીઝ પછી આ ફિલ્મ બોલિવૂડની સૌથી સફળ ફિલ્મ બની ગઈ.
વર્ષ 2017માં આવેલી ફિલ્મ 'ઇન્દુ સરકાર' વડાપ્રધાન ઇન્દ્ર ગાંધી દ્ધારા જાહેર કરાયેલી 1975 અને 1977 વચ્ચેની ઇમરજન્સી પર બનાવવામાં આવી હતી. આ ફિલ્મ પણ રિલીઝ પહેલા જ રાજકીય ખેંચતાણમાં ફસાઈ ગઈ હતી.