21 દિવસો સુધી જંગલમાં ન્યૂડ દિવસ રાત ગુજારે છે કપલ, જાણો કેવો છે આ રિયાલિટી શો
ઇન્ડિયન ટેલિવિઝન પર હાલ રિયાલિટી શોનો ક્રેઝ વધી રહ્યો છે. ટીવી પર અનેક પ્રકારના રિયાલિટી શો ચાલી રહ્યાં છે. જેમાં સિંગિગ, ડાન્સિંગ, ક્વિઝ સ્ટંટ સહિતના ખતરનાક શો સામેલ છે. તેમાંથી બિગ બોસ તો લોકોનો હોટ ફેવરિટ શો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજંગલમાં ન્યૂડ હાલતમાં દિવસો પસાર કરવાનો એક વિચિત્ર શો છે, જે ડિસ્કવરી પર પ્રસારિત થઇ રહ્યો છે. આ શોની ખૂબ સખત શરતો છે. શોના કન્ટેસ્ટેન્ટને ખૂબ જ ઓછા સાધન સામગ્રી સાથે લઇ જવાની પરમિશન હોય છે. બાકીની વસ્તુએ તેમને જાતે જ અરેંજ કરવી પડે છે.
અહીં જંગલમાં જતાં કન્ટેસ્ટન્ટને માચિસ, કુહાડી અને લાઇટર લઇ જવાની મંજૂરી હોય છે પરંતુ આ શોમાં ભાગ લેનારને ખાવાથી માંડીને પહેરાની મોટા પડકાર હોય છે. જો કે આ શોમાં ટકવું સરળ નથી કારણ કે આ શોમાં ન્યૂડીટીથી ભરેલો છે. તેના કારણે ક્લિપ્સ બ્લર કરી દેવાઇ છે.
આ શોમાં જંગલી જાનવરથી ડરની સાથે જંગલમાં કીડા મકોડા અને મચ્છરના ત્રાસનો સામનો પણ કરવો પડે છે. આ શોના મોટા પડકારોને કારણે કેટલાક લોકો તો આ શોને છોડીને જતાં રહે છે.
આ શોમાં કોઇ હોસ્ટ નથી હોતું. કન્ટેસ્ટન્ટની સાથે માત્ર એક કેમેરામેનની જવાની મંજૂરી હોય છે. આ શો અમેજોન પ્રાઇમ પર પણ જોઇ શકાય છે