Sonakshi Sinha થી લઇને Bhumi Pednekar સુધી, ફિલ્મો માટે આ એક્ટ્રેસ વધારી ચૂકી છે વજન
બોલિવૂડ કલાકારોની લાઇફ સ્ટાઇલ ખૂબ વૈભવી લાગે છે પરંતુ સત્ય આનાથી સાવ અલગ છે
બોલિવૂડ એક્ટ્રેસ
1/7
એવા કેટલાક કલાકારો છે જેઓ પોતાના પાત્રને સફળ બનાવવા માટે સખત મહેનત કરી અને પોતાના લૂકમાં પરિવર્તન કરીને બધાને ચોંકાવી દીધા.
2/7
બોલિવૂડ કલાકારોની લાઇફ સ્ટાઇલ ખૂબ વૈભવી લાગે છે પરંતુ સત્ય આનાથી સાવ અલગ છે. વાસ્તવમાં દરેક અભિનેતાને ફિલ્મ શ્રેષ્ઠ બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. સાથે જ ઘણી વખત અભિનેત્રીઓને પોતાના પાત્રને સફળ બનાવવા માટે પોતાનો લુક બદલવો પડે છે. ફિલ્મની ડિમાન્ડ પ્રમાણે ક્યારેક તેમનું વજન ઓછું કરવું પડે છે તો ક્યારેક વધારવું પડે છે.
3/7
સોનાક્ષીએ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ડબલ એક્સએલ' માટે 15-20 કિલો વજન વધાર્યું હતું. આ માટે તેણે ઘણું બધું ખાધું હતું. જોકે આ પહેલા તે ઘણી વખત બોડી શેમિંગનો શિકાર બની ચુકી છે.
4/7
ભૂમિ પેડનેકર આજે બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક છે. પરંતુ શું તમે જાણો છો કે ભૂમિએ તેની પહેલી જ ફિલ્મ 'દમ લગા કે હઈશા' માટે ઘણું વજન વધાર્યું હતું.
5/7
અભિનેત્રી હુમા કુરેશી પણ સોનાક્ષી સાથે ફિલ્મ 'ડબલ એક્સએલ'માં જોવા મળી હતી. હુમાએ પોતાના પાત્રને ન્યાય અપાવવા માટે 15-20 કિલો વજન વધાર્યું હતું.
6/7
અભિનેત્રી વિદ્યા બાલને ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર'માં ભજવેલા સિલ્ક સ્મિતાના પાત્ર માટે વજન વધાર્યું હતું. જે બાદ ફિલ્મમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
7/7
અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ 'દસવીન'માં બિમલા દેવીનો રોલ કરનાર નિમરતે આ રોલ માટે ઓછામાં ઓછું 15 કિલો વજન વધાર્યું હતું. આ માટે અભિનેત્રીને ઘણી વખત ટ્રોલ પણ કરવામાં આવી હતી.
Published at : 07 Nov 2022 02:55 PM (IST)