પૉકેટ મની માટે આ એક્ટ્રેસે કરી હતી પ્રથમ ફિલ્મ, પછી રાતો રાત બની સ્ટાર
આ અભિનેત્રીએ પોકેટ મની માટે તેની પ્રથમ ફિલ્મ કરી અને થોડા જ સમયમાં તે સ્ટાર બની ગઈ હતી. આ સુંદરીએ અજય દેવગન સાથે એક સુપરહિટ ફિલ્મમાં પણ કામ કર્યું છે અને તે દિલ્હીના એક પંજાબી પરિવારમાં ઉછરી હતી અને તેણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આ અભિનેત્રીની પહેલી જ ફિલ્મ હિટ રહી હતી. પછી શું તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ રકુલ પ્રીત સિંહ છે. રકુલનો જન્મ દિલ્હીના પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા આર્મી ઓફિસર તરીકે કામ કરતા હતા. તેણે ધૌલા કુઆંની આર્મી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.
નોંધનીય છે કે રકુલે 18 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું જ્યારે તે કોલેજમાં હતી. તેણે 18 વર્ષની ઉંમરે પોકેટ મની માટે ફિલ્મ સાઈન કરી હતી. આ પછી ઈન્ડસ્ટ્રીમાં તેની સફળ સફર શરૂ થઈ હતી.
રકુલ પ્રીત સિંહે તેની કારકિર્દીની શરૂઆત કન્નડ ફિલ્મ ગિલ્લી (2009) થી કરી હતી. તેણે તેલુગુ અને તમિલ સિનેમામાં પણ કામ કર્યું છે અને કેરાટમ (2011), થડૈયારા થાક્કા (2012) અને વેંકટાદ્રી એક્સપ્રેસ (2013), પાંડાગા ચેસ્કો (2015), સર્રેનોડુ (2016), ધ્રુવ (2016), નન્નાકુ પ્રેમથો (2016)અને સ્પાઈડર (2017)માં કામ કર્યું છે.
રકુલે 2014ની હિટ ફિલ્મ 'યારિયાં'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પછી તેને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળી હતી. આ પછી તેણે પાછું વળીને જોયું નથી અને ઘણા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.રકુલે અજય દેવગનની હિટ કોમેડી ફિલ્મ 'દે દે પ્યાર દે'માં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા.
વાસ્તવમાં રકુલ પ્રીત સિંહે રણવીર અલ્લાહબાદિયાના પોડકાસ્ટ પર ખુલાસો કર્યો હતો કે તેને નેપોટિઝમના કારણે ફિલ્મો ગુમાવવી પડી હતી. તેણે કહ્યું હતું કે, હા, એવું બને છે, અને મેં ફિલ્મો ગુમાવી દીધી હતી, પરંતુ હું એ પ્રકારની વ્યક્તિ નથી કે જે નારાજ થઇને બેસી જાય. કદાચ તે ફિલ્મો મારા માટે ન હતી.
ઇન્ટરવ્યુ દરમિયાન રકુલે ખુલાસો કર્યો હતો કે ચાર દિવસના શૂટિંગ પછી તેને પ્રભાસ સ્ટારર ફિલ્મમાંથી હટાવી દેવામાં આવી હતી અને તેને આ વિશે જાણ પણ કરવામાં આવી ન હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે, મારા ડેબ્યૂ પહેલા ચાર દિવસના શૂટિંગ પછી મને એક ફિલ્મમાંથી હટાવી દેવામાં આવી હતી. તે પ્રભાસ સાથેની તેલુગુ ફિલ્મ હતી. પરંતુ કેટલીકવાર જ્યારે તમને ઇન્ડસ્ટ્રી વિશે અથવા તે કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે વધુ જાણતા નથી
રકુલે આગળ કહ્યું, હું એટલી ભોળી હતી કે મેં વિચાર્યું, 'ઓહ, ઠીક છે તેઓએ મને હટાવી દીધી. કદાચ તે મારા માટે ન હતું, હું કંઈક બીજું કરીશ' છેલ્લા કેટલાક સમયથી રકુલની કરિયર પાટા પરથી ઉતરી ગઈ છે. તેની ઘણી ફિલ્મો ફ્લોપ રહી છે. રકુલની તાજેતરની ફ્લોપ ફિલ્મોમાં ઈન્ડિયન 2, થેંક ગોડ, રનવે 34, અટેક, સરદાર કા ગ્રાન્ડસનો સમાવેશ થાય છે. તેમની એકમાત્ર હિટ તમિલ ફિલ્મ અયલાન હતી. રકુલના અંગત જીવન વિશે વાત કરીએ તો અભિનેત્રીએ 2024માં તેના બોયફ્રેન્ડ અને અભિનેતા-નિર્માતા જેકી ભગનાની સાથે લગ્ન કર્યા હતા.