ઘણી ફિલ્મોમાં કામ કર્યા બાદ પણ Salman Khan ની આ એક્ટ્રેસને નહોતી મળી ઓળખ
90ના દશકની ફિલ્મ હમ આપકે હૈ કૌન દરેકની પસંદગીની ફિલ્મ છે. સલમાન ખાન અને માધુરી દીક્ષિતની આ ફિલ્મ 27 વર્ષ બાદ પણ લોકોની પસંદગીની ફિલ્મ છે. ફિલ્મમાં એક ભૂમિકા રીટાની હતી, જે અભિનેત્રી સાહિલા ચડ્ઢાએ નિભાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવું માનવામાં આવે છે કે સલમાન ખાનની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારી એક્ટ્રેસની કિસ્મતના દરવાજા ખુલ્લી જાય છે. પરંતુ કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે જેમણે સલમાન ખાન સાથે હિટ ફિલ્મો આપી પરંતુ તેમ છતા તેની કિસ્મતે તેનો સાથ ન આપ્યો
એવી જ એક એક્ટ્રેસ છે જેણે 50 ફિલ્મોમાં કામ કર્યું છે. તે સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ હમ આપકે હૈ કૌનમાં પણ હતી. તે બીજુ કોઈ નહી પરંતુ એક્ટ્રેસ સાહિલા ચડ્ઢા હતી જેણે ફિલ્મમાં રીતાની ભૂમિકા નિભાવી હતી.
તમને જણાવી દઈએ કે, સાહિલા ચડ્ઢાએ મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો તાજ પોતાના નામે કર્યો છે.
સાહિલા ચડ્ઢા હાલના દિવસોમાં પોતાના પતિ અને અભિનેતા નિમય બાલી સાથે રહે છે. તે હવે ફિલ્મોથી દૂર પોતાનુ લગ્નજીવન એન્જોય કરી રહી છે. તેની એક દિકરી છે, તેનું નામ રાજકુમારી બાલી છે.