'ટાઈગર 3' થી લઈને 'પઠાન' સુધી, થિયેટરોમાં રિલીઝ થશે બેક ટુ બેક આ મોટી ફિલ્મો
જેની ઘણી આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે શાહરુખ ખાનની 'પઠાન' ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મથી લગભગ 4 વર્ષ બાદ શાહરુખ કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મમાં દિપીકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ મુહત્વના રોહમાં જોવા મળશે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવતા વર્ષે 21 એપ્રિલના રોજ સલમાન ખાન અને કેટરીના કેફની મચઅવેટેડ ફિલ્મ 'ટાઈગર 3' પણ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
'ફાઈટર' નામની ફિલ્મથી પહેલી વાર મોટા પડદા ઉપર દિપીકા અને ઋતિક રોશનની જોડી દેખાશે. આ ફિલ્મ 26 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની 'બડે મિયાં છોટે મિયાં' 2023ના ક્રિસમસના તહેવાર પર થિયેટરોમાં રિલીઝ થશે. આ બંને કલાકારોએ પહેલી વાર આ ફિલ્મથી હાથ મિલાવ્યો છે.
રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ 'રૉક ઔર રાની કી પ્રેમ કહાની' 10 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થવાની છે.