Heropanti 2: દમદાર છે ટાઈગર-તારાની જોડી, સ્ટાઈલિશ આઉટફિટ્સમાં હિરોપંતી 2નું પ્રમોશન કરતાં દેખાયા સ્ટાર્સ
તારા સુતારિયા અને ટાઈગર શ્રોફ સ્ટારર હીરોપંતી 2 આવતીકાલે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. આવતીકાલે આ સ્ટાર્સની કેમેસ્ટ્રી અને મહેનત દર્શકો સામે રજૂ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટાઈગર શ્રોફની આ મચ અવેટેડ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. થોડા કલાકો બાદ હિરોપંતી 2ની રિલીઝ સાથે ટાઈગરના ચાહકોની રાહ પણ પૂરી થઈ જશે.
હાલમાં જ ટાઈગર શ્રોફ અને તારા સુતારિયા તેમની ફિલ્મના પ્રમોશન માટે નડિયાદવાલાની ઓફિસ પહોંચ્યા હતા, જ્યાં મીડિયાએ તેમની સ્ટાઈલીશ અદાઓ કેમેરામાં કેદ કરી હતી.
જ્યારથી તારા તેની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારથી તેનો સ્ટ્રોંગ અને સ્ટાઇલિશ લુક દરરોજ જોવા મળી રહ્યો છે. આજે પણ તારાનો લુક એકદમ ટ્રેન્ડી લાગતો હતો.
તારા લીલા રંગના શોર્ટ ડ્રેસમાં સનગ્લાસ પહેરેલી જોવા મળી હતી. તો બીજી તરફ ટાઈગર શ્રોફ પણ કેઝ્યુઅલ લુકમાં ડેશિંગ દેખાતો હતો.
તારા ટાઈગરની જોડી પહેલીવાર સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં જોવા મળી હતી. હીરોપંતી 2 તેમની સાથે બીજી ફિલ્મ હશે.
પ્રથમ ફિલ્મમાં દર્શકોને તેમની કેમેસ્ટ્રી જોવા મળી હતી. તેથી હવે નિર્માતાઓએ ચાહકોની ઇચ્છા પૂરી કરીને તારાને હીરોપંતી 2 ની મુખ્ય હિરોઈન બનાવી છે.