Top 10 Richest Bollywood Actresss: આ છે બૉલીવુડની 10 સૌથી પૈસાદાર હીરોઇનો, એશ્વર્યા રાયની પ્રૉપર્ટી જાણીને ઉડી જશે હોશ

Top 10 Richest Bollywood Actresss: બૉલીવૂડમાં એવી કેટલીય અભિનેત્રીઓ છે, જેમણે પોતાની મહેનતથી ઈન્ડસ્ટ્રીમાં એક એવું સ્થાન હાંસલ કરી લીધું છે, જેને મેળવવું દરેક માટે સહેલી વાત નથી. આ અભિનેત્રીઓની સંપત્તિ વિશે સાંભળીને તમે પણ ચોંકી જશો. જુઓ અહીં બૉલીવૂડની ટોચની 10 અમીર અભિનેત્રીઓ વિશે...
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આ લિસ્ટમાં પહેલું નામ પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચનનું છે. ઝી બિઝનેસના રિપોર્ટ અનુસાર ઐશ્વર્યાની કુલ સંપત્તિ 828 કરોડ રૂપિયા છે.

બીજા નંબર પર દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું નામ આવે છે. વૈશ્વિક અભિનેત્રીની કુલ સંપત્તિ 580 કરોડ રૂપિયા છે.
બૉલીવૂડની ગંગુબાઈ આલિયા ભટ્ટ ત્રીજા સ્થાને છે. તેની કુલ સંપત્તિ 557 કરોડ રૂપિયા છે.
જ્યારે બૉલીવૂડની બેબો કરીના કપૂર ખાનનું નામ ચોથા નંબર પર છે. તેની કુલ સંપત્તિ 440 કરોડ રૂપિયા છે.
બૉલીવૂડની લેડી સુપરસ્ટાર દીપિકા પાદુકોણનું નામ પાંચમા નંબરે આવે છે. દીપિકાની કુલ સંપત્તિ 314 કરોડ રૂપિયા છે.
અનુષ્કા શર્મા છઠ્ઠા સ્થાને આવે છે, જેની સંપત્તિ 255 કરોડ રૂપિયા છે.
7માં સ્થાન પર બૉલીવૂડની 'ધક ધક' ગર્લ માધુરી દીક્ષિતનું નામ છે. તેની કુલ સંપત્તિ 248 કરોડ રૂપિયા છે.
બૉલીવૂડની બાર્બી ગર્લ કેટરિના કૈફ આઠમા નંબરે આવે છે. કૅટની કુલ સંપત્તિ 217 કરોડ રૂપિયા છે.
112 કરોડની કમાણી સાથે શ્રદ્ધા કપૂરનું નામ 9માં નંબર પર આવે છે.
જેકલીન ફર્નાન્ડિસનું નામ 10માં નંબર પર છે, જેની કુલ સંપત્તિ 101 કરોડ રૂપિયા છે.