Lifestyle Asia Diwali Bash: લાઇફસ્ટાઇલ એશિયાની દિવાળી પાર્ટીમાં આ અંદાજમાં પહોંચી તુલસી અને ખુશાલી
બોલિવૂડમાં દિવાળીની પાર્ટીઓ શરૂ થઇ ગઇ છે. ઈન્ડસ્ટ્રીમાં દરરોજ કોઈને કોઈ દિવાળી પાર્ટીનું આયોજન કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાઈફસ્ટાઈલ એશિયાએ બુધવારે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ઘણા બોલિવૂડ અને ટીવી સેલેબ્સ આવ્યા હતા.
આ પાર્ટીમાં દિવંગત ગાયક ગુલશન કુમારની દીકરીઓ ખુશાલી કુમાર અને તુલસી કુમાર પહોંચ્યા હતા.
પાર્ટીમાં બંન્ને બહેનોએ એક સાથે પોઝ આપ્યા હતા. ખુશાલી સાડી પહેરીને પાર્ટીમાં પહોંચી હતી.
તુલસી કુમાર જાણીતી સિંગર છે જ્યારે ખુશાલી કુમાર અભિનેત્રી છે
તુલસી કુમારે વર્ષ 2009માં 'લવ હો જાયે' આલ્બમથી ડેબ્યૂ કર્યું હતું. તેણે ઘણી ફિલ્મોના ગીતો ગાયા છે, જેમાં પાઠશાલાનું 'મુઝે તેરી', અને 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ'નું ગીત 'તુમ જો આયે'નો સમાવેશ થાય છે.
37 વર્ષીય સિંગર તુલસીએ 2015માં હિતેશ રલ્હાન સાથે લગ્ન કર્યા હતા.
જ્યારે એક્ટ્રેસ ખુશાલી કુમારની અપકમિંગ ફિલ્મ સ્ટારફિશ છે જે 24 નવેમ્બરના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે.
ખુશાલી કુમાર માત્ર અભિનેત્રી જ નથી પણ ફેશન ડિઝાઇનર પણ છે. તેણે દિલ્હીથી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે.
ખુશાલી ‘ધોખા: રાઉન્ડ ધ કોર્નર’ફિલ્મમાં માધવન સાથે જોવા મળી હતી. જેની ખૂબ ચર્ચા થઇ હતી.