Sargun Mehta Photo: સરગુન મહેતાનો કાતિલ અવતાર જોઈ ફેન્સ થયા દિવાના
તે એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. એક સમયે તે કપિલ શર્માનો શોમાં 10 હજાર રૂપિયામાં કરતી હતી. સરગુન મહેતાએ વર્ષ 2009માં ટીવી સિરિયલ '12/24 કરોલ બાગ'થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરગુન આ સિરિયલમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી અને પહેલી જ સિરિયલથી જ તેણે દર્શકોના દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી હતી.
સરગુન મહેતા તેના પ્રથમ કો-સ્ટાર રવિ દુબેને '12/24 કરોલ બાગ'ના સેટ પર મળી હતી. આ સીરિયલમાં આ બંને કલાકારો એકબીજાની સામે જોવા મળ્યા હતા. આ સીરિયલના સેટ પરથી જ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી.
રવિ દુબેએ 'નચ બલિયે' દરમિયાન નેશનલ ટીવી પર બધાની સામે અભિનેત્રીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, ત્યારબાદ 2013માં બંનેએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.
સરગુન મહેતાએ ટીવી ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટિવ જોવા મળે છે. પરંતુ ટેલિવિઝન પર તેના અભિનયની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી અને તેણે ઘર-ઘરમાં પણ પોતાનું નામ બનાવ્યું હતું.
ટીવી પર પોતાની અભિનય શક્તિ સાબિત કર્યા પછી, સરગુન મહેતાએ વર્ષ 2015 માં ફિલ્મ 'અંગ્રેજ' દ્વારા પંજાબી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. આજે આ અભિનેત્રીના નામે 'કિસ્મત', 'કિસ્મત 2', 'લવ પંજાબ', 'સોનકાં સૌને' જેવી ઘણી સુપરહિટ ફિલ્મો છે.