Tunisha Sharma PHOTO: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ શું કરી હતી છેલ્લી પોસ્ટ, જુઓ અભિનેત્રીની તસવીરો
Tunisha Sharma PHOTO: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ આત્મહત્યા કરી લીધી છે.
ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા
1/8
Tunisha Sharma PHOTO: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ આત્મહત્યા કરી લીધી છે.
2/8
મળતી માહિતી મુજબ, તુનિષા ચાના બ્રેક દરમિયાન ટોઇલેટમાં ગઈ હતી અને લાંબા સમય સુધી બહાર નીકળી ન હતી તો દરવાજો તોડવામાં આવ્યો હતો.
3/8
તુનિષાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.
4/8
તુનિષાએ થોડા કલાકો પહેલા એક ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તેમા તેણે લખ્યું હતું કે, જે લોકો પોતાના જુનૂનથી પ્રેરિત હોય છે તેઓ રોકાતા નથી.
5/8
તો બીજી તરફ વાલિવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કૈલાશ બર્વેએ જણાવ્યું કે તેમને તુનિષા શર્માની આત્મહત્યાની માહિતી મળી છે પોલીસ ઘટનાસ્થળે જઈ રહી છે.
6/8
તુનિષા શર્માએ ટીવી સીરિયલ અલી બાબા દાસ્તાન-એ-કાબૂલ અને ફિલ્મ ફિતુરમાં કામ કર્યું છે.
7/8
તુનિષા શર્મા માત્ર 20 વર્ષની હતી. મળતી માહિતી મુજબ તે અલીબાબા સિરિયલનું શૂટિંગ કરી રહી હતી. તેણે થોડા કલાકો પહેલા જ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે સેટ પર મેક-અપ કરતી અને ત્યાં હાજર લોકો સાથે વાત કરતી જોવા મળી હતી.
8/8
તુનિષા શર્માએ તેની કારકિર્દીની શરૂઆત ઐતિહાસિક શો ભારત કા વીર પુત્રઃ મહારાણા પ્રતાપથી કરી હતી. આ સિવાય તેણે ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પૂછવાલા, શેર-એ-પંજાબ: મહારાજ રણજીત સિંહ, ઈન્ટરનેટ વાલા લવ અને ઈશ્ક સુભાન અલ્લાહ જેવા શોમાં કામ કર્યું હતું.(All Photo Instagram)
Published at : 24 Dec 2022 07:33 PM (IST)