કોઇ 51 તો કોઇ 49 વર્ષની ઉંમરમાં પણ અપરિણીત છે આ બોલિવૂડ એક્ટ્રેસ
બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ છે જેમણે 40 વર્ષની ઉંમર થઇ છતાં લગ્ન કર્યા નથી. રસપ્રદ વાત એ છે કે આ એક્ટ્રેસિસ લવ લાઇફના કારણે હંમેશા ચર્ચામાં રહી છે પરંતુ તેઓના લગ્ન થઇ શક્યા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ એક્ટ્રેસ તબ્બુની ઉંમર 51 વર્ષની છે. તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. તેનું નાગાર્જુન અક્કીનેની સાથે અફેરની ખૂબ ચર્ચા થઇ હતી. પરંતુ બાદમાં તેઓનું બ્રેકઅપ થઇ ગયું હતું.
ફિલ્મ રોકસ્ટારમાં જોવા મળેલી નરગીસ 42 વર્ષની છે પરંતુ તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી.
દંગલ જેવી ફિલ્મમાં જોવા મળેલી સાક્ષી તંવર પણ 49 વર્ષની છે પરંતુ તેણે લગ્ન કર્યા નથી. સાક્ષીએ એક દીકરીને દત્તક લીધી છે જેને તે સિંગલ મધર તરીકે ઉછેરી રહી છે.
ટેલિવિઝન ક્વીન તરીકે જાણીતી એકતાએ પણ લગ્ન કર્યા નથી. 46 વર્ષની એકતા સરોગસી દ્વારા માતા બની છે. તેમના પુત્રનું નામ રવિ છે.
કાજોલની બહેન અને તનુજાની દીકરી તનિષા પણ 43 વર્ષની છે પણ હજુ અપરિણીત છે. તનિષાનું અરમાન કોહલી સાથે અફેર હોવાની ચર્ચા હતી પરંતુ બાદમાં બ્રેકઅપ થઇ ગયું છે.
બોલિવૂડ એક્ટ્રેસ અમીષાની ઉંમર 45 વર્ષની છે પરંતુ અત્યાર સુધી તે અપરિણીત છે. અમીષાએ ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેનું નામ ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ સાથે જોડાયું હતું પરંતુ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું.