Urvashi : લ્યો બોલો, એક મિનિટના 1 કરોડ રૂપિયા વસુલે છે આ અભિનેત્રી
અભિનેત્રી અને મોડલ ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયાની સ્ટાર છે. તેને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરોડો લોકો ફોલો કરે છે. હવે તેણે કમાણીના મામલામાં પણ બોલિવૂડના દિગ્ગજ કલાકારોને પાછળ છોડી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્વશીની જબરદસ્ત ફેન ફોલોઈંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તે ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સની યાદીમાં વિરાટ કોહલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ટોપ 10માં છે.
ઉર્વશીને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 67 મિલિયન લોકો ફોલો કરે છે. જ્યારે ફેસબુક પર ઉર્વશીના ફોલોઅર્સની સંખ્યા 28 મિલિયનથી વધુ છે.
ઉર્વશી હંમેશા અલગ-અલગ કારણોસર મીડિયામાં ચર્ચામાં રહે છે. હાલ તે ટોલીવુડ ઇન્ડસ્ટ્રીને લઈને ચર્ચામાં છે. કારણ કે, ઉર્વશીની ત્યાં ઘણી ડિમાન્ડ છે.
આગામી દિવસોમાં ઉર્વશી સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણ સાથે ફિલ્મ BROમાં જોવા મળવાની છે. ઉર્વશી બહુપ્રતિક્ષિત ફિલ્મમાં આઈટમ ડાન્સ કરવાની છે.
આ પહેલા તે સુપરસ્ટાર ચિરંજીવીની એક ફિલ્મમાં આઈટમ નંબર કરી ચુકી છે. અખિલની ફિલ્મ એજન્ટમાં પણ તેને આઈટમ ડાન્સ કરવાનો મળ્યો હતો.
અહેવાલો અનુસાર ઉર્વશીએ BROના આઇટમ ડાન્સ માટે 3 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. તે ડાન્સ 3 મિનિટનો છે. મતલબ કે ઉર્વશી દર મિનિટે એક કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે.
ઉર્વશીની આ ફી કેટલી મોટી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, બોલીવુડની મોટી અભિનેત્રીઓ 2-3 કલાકની આખી ફિલ્મ માટે 2-5 કરોડ રૂપિયા લે છે.
એટલું જ નહીં, ઉર્વશી ઇન્સ્ટાગ્રામ પર પેઇડ પોસ્ટ માટે પણ ભારે ચાર્જ લે છે. એવું કહેવાય છે કે, તે એક પોસ્ટ માટે 3 થી 3.5 કરોડ રૂપિયા લે છે.
ઉર્વશી રૌતેલાની વર્તમાન નેટવર્થ $6 મિલિયન એટલે કે લગભગ 50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત તે તેની અન્ય ઈવેન્ટમાંથી આસાનીથી 40 થી 50 હજાર ડોલર એટલે કે, 35-40 લાખ રૂપિયા દર મહિને કમાઈ લે છે.