Natasha Dalal Pregnant: પેરેન્ટ્સ બનવાના છે Varun Dhawan અને Natasha, તસવીર શેર કરી આપ્યા ગુડ ન્યૂઝ
Natasha Dalal Pregnant: એક તરફ સેલેબ્સ વર્ષ 2024માં લગ્ન કરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ, ઘણી સેલેબ્સના ઘરે નાની ખુશીઓ પણ દસ્તક આપી રહી છે. તાજેતરમાં વિક્રાંત મેસી પિતા બન્યો છે. તો અન્ય સેલેબ્સના ઘરે પણ ખુશીઓ આવવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં અભિનેતા અલી ફઝલ અને અભિનેત્રી રિચા ચઢ્ઢાએ ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા છે. હવે આ લિસ્ટમાં વધુ એક બોલિવૂડ કપલ જોડાઈ ગયું છે. અમે વાત કરી રહ્યા છીએ એક્ટર વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલની.
આ કપલ જલ્દી જ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યું છે. અભિનેતાએ પોતે આ માહિતી સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી છે.
વરુણ ધવને પિતા બનવાના સમાચાર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. વરુણે એક ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો છે, જેમાં તે ઘૂંટણ પર બેસીને પત્ની નતાશા દલાલના બેબી બમ્પને કિસ કરતો જોવા મળી રહ્યો છે. આ તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ છે. ફોટો શેર કરતી વખતે, કેપ્શન લખ્યું છે, અમે પ્રેગ્નેન્ટ છીએ...તમારા બધા આશીર્વાદ અને પ્રેમની જરૂર છે.
આ પોસ્ટ પર ફેન્સ અને સેલેબ્સ અભિનેતાને અભિનંદન આપતા જોવા મળે છે.
વરુણ અને નતાશાએ 24 જાન્યુઆરીએ તેમના લગ્નની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ કપલે વર્ષ 2021માં મુંબઈથી દૂર અલીબાગમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.
આ કપલની લવસ્ટોરીની વાત કરીએ તો બંને એક બીજાને બાળપણથી ઓળખે છે. વરુણે નતાશાને 4 વખત પ્રપોઝ કર્યું હતું અને નતાશાએ તેને ઘણી વખત રિજેક્ટ કર્યો હતો, પરંતુ અભિનેતાએ પણ હાર માની ન હતી. આખરે નતાશાએ વરુણનો પ્રેમ સમજીને હા પાડી.