Varun Dhawan Inside Home: જુહૂમાં આવા ભવ્ય ઘરમાં રહે છે વરુણ ધવન, તેની કિંમત જાણીને ચોંકી જશો
બોલિવૂડ એક્ટર વરુણ ધવને અત્યાર સુધીમાં અનેક સફળ ફિલ્મો આપી છે. આજે અમે તમને અભિનેતાના આલીશાન ઘરની અંદરની એક ઝલક બતાવી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડના હિટ કલાકારોની યાદીમાં સામેલ વરુણ ધવન આજે એક ફિલ્મ માટે તગડી ફી લે છે. તેની ફી જેટલી મોંઘી છે વરુણ પણ એટલા જ મોંઘા મકાનમાં રહે છે. આજે અમે તમને વરુણ ધવનના ઘર વિશે કેટલીક ખાસ વાતો જણાવીશું.
થોડા સમય પહેલા વરુણ ધવન અને તેની પત્ની નતાશા ધવન તેમના માતાપિતાના ઘરેથી તેમના નવા ઘરમાં શિફ્ટ થયા હતા. વરુણ ધવનનું આ નવું ઘર તેની માતા કરુણા ધવને ડિઝાઇન કર્યું છે.
વરુણ ધવન જે એપાર્ટમેન્ટમાં રહે છે તે મુંબઈના સૌથી પોશ વિસ્તારો પૈકીના એક જુહુના બાયલેન્સમાં આવેલું છે. વરુણ ધવનના આ લક્ઝરી હાઉસની એક ઝલક કોઈને પણ દિવાના બનાવી શકે છે.
વરુણ ધવનના ઘરની ખાસિયત એનો ભવ્ય દેખાવ, વિશાળ રૂમ, ફિટનેસ સ્પેસ અને શાનદાર વાઇબ છે. આ ઘરમાં તમને લક્ઝરી અને એક્સપરિમેન્ટલ એમ બંને મળશે.
ઘરના લિવિંગ રૂમ વિશે વાત કરીએ તો તે વ્હાઉટ સ્કીમમાં વૈભવીની લાગણી આપે છે. હાઈબેક સોફા આ લિવિંગ રૂમને વધુ સુંદર અને હૂંફાળું બનાવે છે. લિવિંગ રૂમમાં વિન્ટેજ કેબિનેટ જોઈ શકાય છે અને નજીકના ડાઈનિંગ એરિયામાં આરામદાયક ડાઈનિંગ ટેબલ પણ જોઈ શકાય છે.
આ 4 BHK ઘરની વાત કરીએ તો વરુણે તેની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા ચૂકવી છે.
વરુણ ઈન્ડસ્ટ્રીના સફળ કલાકારોમાંથી એક છે. તેની નેટવર્થ વિશે વાત કરીએ તો કેટલાક અહેવાલો અનુસાર તે લગભગ 216 કરોડ રૂપિયા છે.