Varun Kiara Trolled: મુંબઈ મેટ્રોમાં વડાપાઉં ખાવા મુદ્દે ટ્રોલ થયા વરુણ અને કિયારા, ફોટો થયા વાયરલ
અભિનેતા વરુણ ધવન અને કિયારા અડવાણી તેમની આગામી ફિલ્મ 'જુગ જુગ જિયો'ના પ્રમોશનમાં કોઈ કસર નથી છોડી રહ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંગળવારે, અનિલ કપૂર, વરુણ અને કિયારાએ પ્રમોશન માટે મુંબઈ મેટ્રોની સવારી કરી હતી. આ રાઈડની કેટલીક તસવીરો અને વીડિયો ઓનલાઈન શેર કરવામાં આવ્યા હતા.
આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ મેટ્રોની અંદર ખાવા માટે વરુણ અને કિયારાની ટીકા કરી છે. એક વીડિયોમાં વરુણ અને કિયારા મેટ્રોની અંદર વડાપાવ ખાતા જોવા મળ્યા હતા.
અન્ય ફોટોમાં, અનિલ, કિયારા અને વરુણ તેમની ટૂંકી સવારી દરમિયાન મેટ્રોની અંદર ચેટ કરતા અને હસતા જોવા મળ્યા હતા.
વરુણે કહ્યું કે. તેને ખબર પડી છે કે પીક ટ્રાફિક અવર્સમાં સમય બચાવવાનો શ્રેષ્ઠ રસ્તો મેટ્રોમાં જવાનું છે.
પરંતુ ટૂંક સમયમાં જ કલાકારોને મેટ્રોની અંદર ખાવા માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો. મુંબઈ મેટ્રોના નિયમો અનુસાર, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કોઈ પણ વ્યક્તિ ભોજન ન લઈ શકે.
વરુણે કહ્યું કે. તેને ખબર પડી છે કે પીક ટ્રાફિક અવર્સમાં સમય બચાવવાનો શ્રેષ્ઠ રસ્તો મેટ્રોમાં જવાનું છે.