Varun Dhawan Birthday: બાળપણથી નતાશાના પ્રેમમાં પડેલ વરુણ ધવન 4 વખત રિજેક્ટ થયો હતો, જાણો લવ સ્ટોરી
બોલિવૂડ એક્ટર વરુણ ધવન આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. વરુણે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરીને કહ્યું કે તેનો જન્મદિવસ ખાસ છે કારણ કે તે વર્કિંગ બર્થ ડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે વરુણના જન્મદિવસ પર અમે તમને તેમની લવ સ્ટોરી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવી રહ્યા છીએ. વરુણ ધવને 24 જાન્યુઆરી 2021ના રોજ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા. વરુણ લગ્ન પહેલા ઘણા વર્ષો સુધી નતાશાને ડેટ કરતો હતો.
જોકે, વરુણે કહ્યું કે તે 6ઠ્ઠા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી નતાશા અને હું માત્ર સારા મિત્રો હતા. વરુણે જણાવ્યું કે, તે 11મા કે 12મા ધોરણમાં હતો ત્યારે તેને પહેલીવાર અહેસાસ થયો કે કદાચ તે નતાશાના પ્રેમમાં હતો.
વરુણે નતાશા સાથેના સંબંધ વિશે જણાવતાં કહ્યું હતું કે, અમે બંને સાથે ભણતા હતા ત્યારે જ હું નતાશાના પ્રેમમાં પડી ગયો હતો.
પરંતુ જ્યારે વરુણ ધવન મોટો થયો અને નતાશાને પોતાના દિલની વાત કહેવા માંગતો ત્યારે નતાશાએ તેનો પ્રસ્તાવને નકારી દીધો હતો.
વરુણને એક નહીં પણ ચાર વખત નતાશાના રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો.
પરંતુ વરુણ હિંમત ન હાર્યો અને અંતે નતાશાએ તેનો પ્રેમ સ્વીકારી લીધો અને આજે બંનેના લગ્ન થયા બાદ હેપ્પી મેરિડ કપલ છે.