Sam Bahadur Success Party: 'સૈમ બહાદુર'ની સક્સેસ પાર્ટીમાં વિકી-સાન્યાનો જલવો, ફાતિમા સના શેખ ન મળી જોવા
Sam Bahadur Success Party: બોલિવૂડ એક્ટર વિકી કૌશલે ફિલ્મ સૈમ બહાદુરમાં પોતાના અભિનયથી બધાને દિવાના બનાવી દીધા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેઘના ગુલઝાર દ્વારા દિગ્દર્શિત સૈમ બહાદુર 1 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે.
આ ફિલ્મમાં વિકી કૌશલ સાથે સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ લીડ રોલમાં જોવા મળ્યા હતા.
17 જાન્યુઆરીએ ફિલ્મની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની તસવીરો વાયરલ થઈ રહી છે. તસવીરોમાં વિકી, સાન્યા અને મેઘના એકસાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
પાર્ટીમાં મેઘના એકદમ સિમ્પલ લુકમાં પહોંચી હતી. તેણે ડેનિમ સાથે બ્લેક ટોપ પહેર્યું હતું.
સાન્યાના લુકની વાત કરીએ તો તે પણ ફૂલ બ્લેક લુકમાં જોવા મળી હતી. તેણે બ્લેક વન પીસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
વિક્કી કૌશલની વાત કરીએ તો તેણે શર્ટ સાથે બ્લેક ટ્રાઉઝર પહેર્યું હતું.
ફાતિમા સના શેખ સૈમ બહાદુરની સક્સેસ પાર્ટીમાં જોવા મળી ન હતી. ફિલ્મની સ્ટાર કાસ્ટે પણ પાપારાઝી માટે પોઝ આપ્યો હતો.