Vicky Vidya ka Woh Wala Video: નવરાત્રિની ઉજવણી વચ્ચે મલ્ટીકલર લહેંગામાં જોવા મળી તૃપ્તિ ડિમરી
Vicky Vidya ka Woh Wala Video: અભિનેત્રી તૃપ્તિ ડિમરીની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. જેમાં અભિનેત્રી મલ્ટીકલર્ડ લહેંગામાં ધૂમ મચાવતી જોવા મળે છે.
ફોટોઃ abp live
1/5
Vicky Vidya ka Woh Wala Video: અભિનેત્રી તૃપ્તિ ડિમરીની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. જેમાં અભિનેત્રી મલ્ટીકલર્ડ લહેંગામાં ધૂમ મચાવતી જોવા મળે છે. 'સ્ત્રી 2'ની સફળતા બાદ રાજકુમાર રાવ હવે 'વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો' ની મારફતે મોટા પડદા પર છવાઇ જવા તૈયાર છે. આ દિવસોમાં તે તેની અભિનેત્રી તૃપ્તિ ડિમરી સાથે ફિલ્મનું પ્રમોશન કરી રહી છે
2/5
રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી ટૂંક સમયમાં ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'માં જોવા મળશે. આ બંને પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે.હાલમાં જ બંને ફિલ્મના પ્રમોશન ઈવેન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં રાજકુમાર ડેશિંગ અને તૃપ્તિ ડિમરી ટ્રેડિશનલ અવતારમાં જોવા મળ્યા હતા.
3/5
આ ઈવેન્ટમાં તૃપ્તિ અને રાજકુમારે એકસાથે પાપારાઝીને ઘણા પોઝ પણ આપ્યા હતા. તસવીરોમાં બંનેની જોડી શાનદાર લાગી રહી છે. આ તસવીરોમાં તૃપ્તિ ડિમરી મલ્ટીકલર લહેંગા પહેરેલી જોવા મળી રહી છે. જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/5
અભિનેત્રીએ તેના વાળમાં પોનીટેલ, ગ્લોસી મેકઅપ, મેચિંગ એરિંગ્સ અને કપાળ પર નાની બિંદી સાથે તેનો લુક કમ્પ્લેટ કર્યો હતો. રાજકુમાર રાવની વાત કરીએ તો આ દરમિયાન તે કુર્તા સ્ટાઇલના શર્ટમાં જોવા મળ્યો હતો. જેને તેણે બ્લેક જીન્સ સાથે પેર કર્યો છે.
5/5
રાજકુમાર રાવ છેલ્લે ફિલ્મ 'સ્ત્રી 2'માં જોવા મળ્યો હતો. જ્યારે તૃપ્તિ વિક્કી કૌશલ સાથે 'બેડ ન્યૂઝ'માં જોવા મળી હતી.
Published at : 07 Oct 2024 02:46 PM (IST)