Tamannaah Vijay Pics: રૂમર્ડ બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે તમન્ના ભાટિયાએ એન્જોય કરી ડિનર ડેટ
બોલિવૂડના રૂમર્ડ કપલ તમન્ના ભાટિયા અને વિજય વર્મા તાજેતરમાં ડિનર ડેટ પર જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમન્ના ભાટિયા અને વિજય વર્મા બી-ટાઉનના નવા રૂમર્ડ કપલ છે, જેમના અફેરના સમાચારો ચર્ચામાં રહે છે.
ડેટિંગની અફવાઓ વચ્ચે તમન્ના અને વિજય ફરીથી મુંબઈમાં જોવા મળ્યા હતા. બંને એક જ કારમાં સવાર થઇને ડિનર ડેટ પર પહોંચ્યા હતા.
તમન્ના અને વિજય મુંબઈના જુહુમાં એક રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માણતા જોવા મળ્યા હતા.
તમન્ના અને વિજય કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા.
તમન્ના અને વિજયને એકસાથે જોઈને ફરી એકવાર તેમના ડેટિંગના સમાચારો વહેતા થયા હતા.
નોંધનીય છે કે તમન્ના અને વિજય ટૂંક સમયમાં એક ફિલ્મમાં જોવા મળવાના છે. થોડા સમય પહેલા બંને ગોવામાં સાથે જોવા મળ્યા હતા.
ગોવામાં તમન્ના અને વિજયની કિસ કરતી તસવીર સામે આવી હતી, જેણે ઘણી ચર્ચા જગાવી હતી. ત્યારથી તેમના ડેટિંગના સમાચારો સામે આવી રહ્યા છે. જોકે, તમન્નાએ આ અહેવાલોને અફવા ગણાવીને ફગાવી દીધા હતા.
હવે ફરી એકવાર તમન્ના અને વિજયને એકસાથે જોયા બાદ લોકો માની રહ્યા છે કે ખરેખર બંને વચ્ચે કંઈક કનેક્શન છે