વિક્રમ ભટ્ટની દીકરીના થયા લગ્ન, સની લિયોનથી લઇને અવિકા ગૌર સહિતના સ્ટાર્સે આપી હાજરી
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની પુત્રી કૃષ્ણા ભટ્ટના લગ્ન રવિવારે મુંબઈમાં વેદાંત શારદા સાથે થયા હતા. લગ્ન સમારોહમાં ભટ્ટ પરિવારની અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિક્રમ ભટ્ટની દીકરીના લગ્નમાં ફેમસ ફિલ્મમેકર મહેશ ભટ્ટ, બાલિકા વધૂ ફેમ એક્ટ્રેસ અવિકા ગૌર અને સુહરિતા દાસ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. અવિકા ગૌર કૃષ્ણા ભટ્ટની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટ પણ લગ્નમાં સામેલ થઈ હતી. આ સાથે લગ્નની ઘણી તસવીરો પણ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં આવી હતી.
અભિનેતા બોબી દેઓલ વિક્રમ ભટ્ટના ઘરે લગ્નના ફંક્શનમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે મહેશ ભટ્ટ સાથે શાનદાર પોઝ સાથે ફોટો ક્લિક કર્યો હતો.
સની લિયોન પણ કૃષ્ણા ભટ્ટના લગ્નમાં તેના આખા પરિવાર સાથે પહોંચી હતી. સની લિયોને સ્કાય બ્લુ લહેંગા પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. સની લિયોની સાથે તેના પતિ અને બાળકો પણ લગ્નમાં સાથે પહોંચ્યા હતા.
વિક્રમ ભટ્ટ તેમની પુત્રીના લગ્નમાં તેમના મહેમાનનું સ્વાગત કરે છે. તેમજ વિક્રમ ભટ્ટ સાથે મહેશ ભટ્ટની તસવીર પણ સામે આવી હતી.
વિક્રમ ભટ્ટની દીકરી કૃષ્ણા ભટ્ટ દુલ્હનના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.