50 ફ્લોપ ફિલ્મો છતાં કરોડો રૂપિયા ફી વસૂલે છે આ એક્ટર
એક એવો અભિનેતા છે જેણે 50 ફ્લોપ ફિલ્મો આપી છે અને આજે પણ તેને સુપરસ્ટાર કહેવામાં આવે છે. અભિનેતાએ 100 કરોડની ફિલ્મો પણ આપી પરંતુ તેના ખાતામાં હિટ ફિલ્મો કરતાં વધુ ફ્લોપ ફિલ્મો છે.અમે જે અભિનેતા વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ જિમી શેરગિલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિમીએ પંજાબમાં આતંકવાદ પર આધારિત ગુલઝાર નિર્દેશિત ફિલ્મ ‘માચીસ’ સાથે તેની અભિનય કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી.જિમીએ ફિલ્મ ‘મોહબ્બતેમાં કામ કર્યું હતું. જિમીની આ ફિલ્મ મોટી બ્લોકબસ્ટર રહી હતી. અને તે રાતોરાત સ્ટાર પણ બની ગયો હતો.
બાદમાં જિમીએ ‘મેરે યાર કી શાદી હૈ’, ‘દિલ હૈ તુમ્હારા’ (2002), ‘મુન્ના ભાઈ એમબીબીએસ’, ‘લગે રહો મુન્ના ભાઈ’, ‘અ વેનસ્ડે’, ‘માય નેમ ઈઝ ખાન’, ‘તનુ વેડ્સ મનુ’માં કામ કર્યું હતું. તે સિવાય સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર, સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ, તનુ વેડ્સ મનુ રિટર્ન્સ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું.
અભિનેતાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં કુલ 50 ફ્લોપ ફિલ્મો આપી છે.આજે જિમી પંજાબી સિનેમા અને બોલિવૂડના ટોચના કલાકારોમાંનો એક છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જિમી શેરગિલ એક ફિલ્મ દીઠ 2 કરોડ રૂપિયા લે છે.
All Photo Credit: Instagram