Bollywood Kissa: આમિર ખાનના કારણે બાથરૂમમાં કલાકો સુધી રડી હતી આ એક્ટ્રેસ, કારણ છે ચોંકાવનારુ
દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીએ નાની ઉંમરમાં જ મોટી સફળતા મેળવી હતી. પરંતુ એકવાર આમિર ખાને અભિનેત્રી સાથે એવું વર્તન કર્યું કે તે બાથરૂમમાં કલાકો સુધી રડતી રહી. જાણો કારણ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવ્યા ભારતીએ નાની ઉંમરમાં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જે બાદ અભિનેત્રીએ એક પછી એક હિટ ફિલ્મો આપી અને બહુ ઓછા સમયમાં બોલિવૂડની ટોચની અભિનેત્રી બની ગઈ. જો કે, આ ખ્યાતિ લાંબો સમય ટકી ન હતી. એક દિવસ અચાનક જ ઘરની બાલ્કનીમાંથી પડીને અભિનેત્રીનું મોત થઈ ગયું. આ સમાચાર માત્ર બોલિવૂડ માટે જ નહીં પરંતુ તેના ચાહકો માટે પણ ઊંડો આઘાત હતો.
પરંતુ આ રિપોર્ટમાં અમે તમને અભિનેત્રી સાથે જોડાયેલી એવી ઘટના જણાવી રહ્યા છીએ જ્યારે આમિર ખાનના કારણે તે કલાકો સુધીબાથરૂમમાં રડતી રહેતી હતી.
આ ઘટનાનો ઉલ્લેખ અભિનેત્રી દિવ્યા ભારતીએ પોતે એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું હતું કે જ્યારે તે લંડનમાં યોજાનારા શો માટે પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે તેના પરફોર્મન્સમાં ભૂલો થઈ હતી. પરંતુ તેણે તરત જ તે ભૂલોને કવર કરી હતી. આ પછી પણ આમિર ખાને તેની સાથે પરફોર્મ કરવાની ના પાડી દીધી હતી.
અભિનેત્રીએ જણાવ્યું હતું કે આમિરે આયોજકોને જૂહી ચાવલાને તેની જગ્યાએ પરફોર્મ કરવા માટે પણ કહ્યું હતું. મને તેના વર્તનથી ખૂબ જ ખરાબ લાગ્યું અને બાથરૂમમાં જઇને હું કલાકો સુધી રડી હતી.
પછી આમિર ખાનનું વર્તન જોઈને સલમાન ખાન દિવ્યા ભારતીના સમર્થનમાં આવ્યો અને તેણે પણ અભિનેત્રી સાથે આ જ શોમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. અભિનેત્રીએ આ અંગે સલમાન ખાનના ખૂબ વખાણ પણ કર્યા હતા.
નોંધનીય છે કે દિવ્યા ભારતીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'વિશ્વાત્મા'થી કરી હતી. આ પછી તે 'શોલા ઔર શબનમ', 'દિલ કા ક્યા કસૂર', 'જાન સે પ્યારા', 'દીવાના', 'દિલ આશના હૈ' જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી હતી. અભિનેત્રીએ માત્ર 19 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું.