જ્યારે Madhuri Dixitના ‘ચોલી કે પીછે’ ગીત પર થયો હતો ભારે હોબાળો, દેશભરમાં પ્રતિબંધ કરવાની ઉઠી હતી માંગ
Madhuri Dixit birthday: માધુરી દીક્ષિતનું ગીત ચોલી કે પીછેને લઈને ઘણો હોબાળો થયો હતો. આ ગીત પર પ્રતિબંધ મૂકવા માટે દેશભરમાંથી પત્રો પણ મોકલવામાં આવ્યા હતા.
Madhuri Dixit
1/6
1993માં સુભાષ ઘાઈની ફિલ્મ ખલનાયક આવી હતી. જ્યારે આ ફિલ્મનું ગીત 'ચોલી કે પીછે ક્યા હૈ' રીલિઝ થયું ત્યારે તેને લઈને ઘણો હોબાળો થયો હતો.
2/6
માધુરીને આ ગીત પર પરફોર્મ કરતી જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.
3/6
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ દેશભરમાં લગભગ 32 સંસ્થાઓ, રાજકીય પક્ષો સહિત ઘણા લોકોએ આ ગીત સામે વાંધો ઉઠાવ્યો હતો.
4/6
જો કે આ ગીતને વિવાદથી ફાયદો થયો અને આ મ્યુઝિક આલ્બમે માત્ર એક અઠવાડિયામાં એક કરોડ કેસેટ વેચી દીધી, જે તે સમયે એક રેકોર્ડ માનવામાં આવતો હતો.
5/6
જોકે આ ફિલ્મ રિલીઝ થયા પછી સુપર-ડુપર હિટ રહી હતી અને ગીત પર માધુરી દીક્ષિતના અદ્ભુત પ્રદર્શને દર્શકોને દિવાના બનાવી દીધા હતા.
6/6
આજે પણ માધુરીનું આ આઇકોનિક પરંતુ વિવાદાસ્પદ ગીત ઘણું લોકપ્રિય છે. ગીત રણકતાં જ પગ નાચવા મજબૂર થઈ જાય છે.
Published at : 15 May 2023 03:30 PM (IST)