ન્યૂડ સીન ન આપ્યાં, નિર્દેશકની આવી માંગણી પુરી ન કરી તો અનેક ફિલ્મો ગુમાવવી પડી, આ એક્ટ્રેસ આપ્યું બોલ્ડ નિવેદન
મોડલ અને અભિનેત્રી નરગિસ ફખરીએ બહુ ઓછી ફિલ્મ કરી છે પરંતુ તે બિન્દાસ્ત અને બોલ્ડ નિવેદન આપતાં ચૂકતી નથી. એક્સ્ટ્રેસે આવો જ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન નરગિસ ફખરી અનેક વખત કાસ્ટિંગ કાઉચ અને સર્જરીની સલાહ મુદ્દે સ્પષ્ટ નિવેદન આપી ચૂકી છે. પૂર્વ પોર્ન સ્ટાર બ્રિટની ડી મોરાની સાથે વાતચીત કરતા તેમણે અનેક ચૌંકાવનારા ખુલાસા કર્યાં છે.
પૂર્વ પોર્ન સ્ટાર બ્રિટની ડી મોરાની સાથે વાતચીત કરતા તેમણે તેમની કરિયરની મુશ્કેલીની વાત કરી હતી. તેમણે કહ્યું કે, “મેં અનેક ફિલ્મો ગુમાવી છે કારણ કે મેં ન્યૂડ સીન અને નિર્દેશક સાથે નાઇટ સ્પન્ડ કરવાની ના પાડી દીધી હતી”
નરગિસે કહ્યું કે, “બો”લિવૂડની આ સ્થિતિ ખૂબ જ દુર્ભાગ્ય પૂર્ણ છે પરંતુ હું હાઇ સ્ટાન્ડર્ડ સાથે અહીં આ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માંગું છું. મને અનેક વખત બહારનો રસ્તો બતાવવોમાં આવ્યો છે. જે ખૂબ જ પેઇનફુલ હોય છે પરંતુ હું માનું છું કે, મુલ્યો સાથે ટકી રહેશે એજ જીતશે”
નરગિસે કહ્યું કે. “હું ખૂબ જ ખુશ છું. કે હું મુલ્યો સાથે કામ કરી રહી છું. મોડેલિંગ દરમિયાન અનેક વખત ટોપલેસ, નેકેડ સીન આપવાની ઓફર મળી પરંતુ હું તેમાં કમ્ફર્ટ ફીલ નથી કરતી.
નરગિસની મુખ્ય ફિલ્મો વિશે વાત કરીએ તો મદ્રાસ કેફે, કિક, હાઉસફુલમાં જોવા મળી હતી. તે 2020માં સંજય દત્ત સાથે તોરબાઝમાં જોવા મળી હતી.