માહિરા શર્માથી ઇશાન સહગલ સુધી, Naagin 6 માટે આ સ્ટાર્સના નામની ચર્ચા
કોણ હશે એકતા કપૂરના શોની આગામી નાગિન? આ સવાલ શોના તમામ ફેન્સને થઇ રહ્યો હશે. શોનો પ્રોમો આઉટ થઇ ગયો છે. ફેન્સની એક્સાઇટમેન્ટ ડબલ થઇ ગઇ છે. એકતા કપૂર પણ નાગિન 6 ને અગાઉથી વધુ ગ્રાન્ડ અને હિટ બનાવવા માટે ખાસ તૈયારીઓ કરી રહી છે. નાગિન 6ને લઇને ક્યા સ્ટાર્સના નામોની ચર્ચા થઇ રહી છે જેની અહી જાણકારી આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાગિન 6 માટે ટીવી એક્ટ્રેસ માહિરા શર્માનું નામ ચર્ચામાં છે. શોના મેકર્સે માહિરા શર્માને લીડરોલ માટે એપ્રોચ કરાઇ છે.
બિગ બોસની પૂર્વ સ્પર્ધક ઇશાન સહગલને નાગિન 6 માટે એપ્રોચ કરાયો હતો. જોકે એ સ્પષ્ટ નથી કે શોના લીડ રોલ માટે કે સેકન્ડ હિરો માટે તેનો સંપર્ક કરાયો હતો.
નાગિન 6ની લીડ એક્ટ્રેસ માટે કોઇ નામ સૌથી વધુ ચર્ચામાં છે તે ટીવીની એક્ટ્રેસ રૂબીના દિલૈક છે.ફેન્સ ઇચ્છે છે કે આ વખતે રૂબીના ટીવીની નાગિન બને.
એક રિપોર્ટ અનુસાર એકતા કપૂરે એક્ટ્રેસ મહક ચહલને નાગિન 6 માટે ફાઇનલ કરી દીધી છે. જોકે, આ મામલે સત્તાવાર જાહેરાત કરાઇ નથી.
ટીવી એક્ટર શાહીર શેખનું નામ શોના લીડ એક્ટર તરીકે ચર્ચાઇ રહ્યું છે. શેખે આ મામલે કોઇ જાણકારી આપી નથી.
શાહીર શેખ સિવાય લીડ એક્ટર અર્જુન બિજલાની અને પર્લ વી પુરીનું નામ પણ ચર્ચામાં છે.