પ્રતિક બબ્બરની પત્ની પ્રિયા બેનર્જી બોલ્ડનેસમાં બોલીવૂડ અભિનેત્રીઓને આપે છે મ્હાત, જુઓ તસવીરો

priya banerjee : હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા રાજ બબ્બરના પુત્ર પ્રતીક બબ્બરે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ પ્રિયા બેનર્જી સાથે લગ્ન કર્યા છે. પ્રતિકના આ બીજા લગ્ન છે. પ્રતીક અને પ્રિયા લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને તેમના પ્રેમની સુંદર પળો સોશિયલ મીડિયા પર શેર કરતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પ્રતીક બોલિવૂડમાં સક્રિય છે અને ફિલ્મોમાં નાના રોલ કરવા માટે જાણીતો છે. પ્રતીકની પત્ની પ્રિયા બેનર્જી છે, જેણે બોલિવૂડ દિવા ઐશ્વર્યા રાય સાથે પણ કામ કર્યું છે.
તમને જણાવી દઈએ કે, પ્રિયા બેનર્જીએ વર્ષ 2015માં ફિલ્મ 'જઝબા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન, ઈરફાન ખાન અને શબાના આઝમી મહત્વની ભૂમિકામાં હતા.
પ્રિયા બેનર્જીએ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ સિનેમામાં પણ કામ કર્યું છે. આ સિવાય પ્રિયાએ સાઉથ સિનેમા સિરીઝ રાણા નાયડુ અને અધુરામાં પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં પ્રિયા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની મોસ્ટ ડિઝાયરેબલ લિસ્ટમાં 22મા ક્રમે હતી.
પ્રિયા બંગાળી પરિવારમાંથી છે અને તેનો જન્મ કેનેડામાં થયો હતો. પ્રિયાએ કિસ, જોરુ, અસુરા, જઝબા, 3 દેવ અને હમે તુમસે પ્યાર કિતના જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
નોંધનીય છે કે પ્રિયા અને પ્રતીકે વેલેન્ટાઈન ડે પર તેમની રોમેન્ટિક તસવીરો શેર કરીને તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા. ત્યારથી, આ કપલ દરરોજ તેમની સુંદર અને યાદગાર ક્ષણોની તસવીરો શેર કરી રહ્યું છે.
પ્રિયા બેનર્જી બોલ્ડનેસમાં ખૂબ જ હોટ છે. પ્રિયા બોલીવૂડ અભિનેત્રીઓને પણ હોટનેસમાં મ્હાત આપે છે. પ્રિયા બેનર્જી ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે પોતાની તસવીરો શેર કરતી રહે છે.