સારા અલી ખાન કે સારા તેંડૂલકર ? કોને ડેટ કરે છે શુભમન ગિલ ?
Shubman Gill Girlfriend: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શુભમન ગિલ તેની રમતની સાથે સાથે અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. આવી સ્થિતિમાં, અમે તમને શુભમન કોને ડેટ કરી રહ્યા છે તે અંગેનું રહસ્ય જણાવી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસ્તવમાં, શુભમન ગિલ ઘણીવાર એ વાતને લઈને ચર્ચામાં રહે છે કે તે બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે. બંને એક વખત રેસ્ટોરન્ટમાં પણ જોવા મળ્યા હતા. જે બાદ આ સમાચાર પ્રસારિત થયા હતા.
જોકે બંને હંમેશા એકબીજાને સારા મિત્રો કહે છે. થોડા દિવસો પહેલા જ્યારે સારા અલી ખાન કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં પહોંચી હતી ત્યારે તેણે આ અંગે ખુલીને વાત કરી હતી અને ચોંકાવનારો જવાબ આપ્યો હતો.
ખરેખર, શોમાં જ્યારે કરણે સારાને પૂછ્યું કે શું તે શુભમન ગિલને ડેટ કરી રહી છે ? તો આનો જવાબ આપતા સારા કહે છે કે, આખી દુનિયા ખોટી સારાની પાછળ પડી છે. આ પછી કરણ પૂછે છે કે તમારો શું મતલબ છે કે તે અન્ય સારાને ડેટ કરી રહ્યો છે. આ સવાલનો જવાબ આપતા સારા અલી ખાન કહે છે કે, મને એ ખબર નથી... હું અહીં કોઈનું નામ નથી લઈ રહી.
સારા અલી ખાનના આ નિવેદનને કારણે ચાહકોમાં ખલબલી મચી ગઈ હતી અને શુભમનનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે જોડાવા લાગ્યું હતું. સારા પણ મોટાભાગની ભારતીય મેચોમાં જોવા મળે છે. ચાહકોનું માનવું છે કે તે ત્યાં માત્ર શુભમનને સપોર્ટ કરવા જાય છે.
આટલું જ નહીં, શુભમનને સ્ટેડિયમમાં જોયા બાદ કેટલાક ચાહકોએ 'હમારી ભાભી કૈસી હો, સારા ભાભી જૈસી હો' જેવા નારા લગાવવા લાગ્યા. જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો.
સારા તેંડુલકર પણ અમદાવાદના સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા આવી હતી. મેચ હાર્યા બાદ તેણે ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરતી એક પોસ્ટ પણ શેર કરી હતી.