World Breastfeeding Week: બૉલીવુડની એ હસીનાઓ જેને બ્રેસ્ટફીડિંગની શરમને તોડીને તેની બનાવી પ્રાઉડ મોમેન્ટ, જુઓ....
World Breastfeeding Week
1/6
World Breastfeeding Week: માં બનવુ એક મહિલાની જિંદગીનો સૌથી ખાસ અને પ્રેમાળ સપનુ હોય છે. આની સાથે જ બ્રેસ્ટફીડિંગ બાળકો અને માતાની વચ્ચેની સ્પેશ્યલ બૉન્ડ ભરી મૂવમેન્ટ હોય છે. દરેક માં પોતાના બાળકોને દૂધ પીવડાવાનુ પસંદ કરે છે, પરંતુ આજે પણ કેટલીય માતાઓને શરમ અને સંકોચ અનુભવાય છે. બૉલીવુડની કેટલીક એક્ટ્રેસ અને સેલેબ્સે આ બ્રેસ્ટફીડિંગની પળનો આનંદ માણ્યો છે અને તેની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર પણ કરી છે, તેમને શરમ-સંકોચ છોડીને આ મોમેન્ટને એન્જૉય કરી છે. જુઓ બૉલીવુડની એ તમામ હસીનાઓ......
2/6
લિઝા હેડન- એક્ટ્રેસ લિઝા હેડને વર્ષ 2017માં પોતાના બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવતી એક તસવીર શેર કરી હતી, અને તેને નૉટ પણ લખી હતી. વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીકના પ્રસંગે તેને બતાવ્યુ કે- કઇ રીતે તેને ડિલીવરી બાદ ખુદને ફિટ રાખી અને બાળકોને ન્યૂટ્રિશન દૂધ પીવડાવવુ કેટલુ જરૂરી છે, તે પણ કહ્યું.
3/6
નેહા ધૂપિયા- નેહા ધૂપિયા બૉલીવુડની બિન્દાસ એક્ટ્રેસ છે, તેને પોતાની દીકરી મેહરને દૂધ પીવડાવતી તસવીરો શેર કરી છે, તેને નૉટમાં ઘણુબધુ લખ્યુ પણ હતુ. આજે પણ બ્રેસ્ટફીડિંગ કરાવતી માંને લોકો ખરાબ રીતે જુઓ છે.
4/6
સેલિના જેટલી- સેલિના જેટલીએ 2012માં આ જ રીતે સ્વીમિંગ પુલના કિનારે પોતાના બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવતી એક તસવીર શેર કરી હતી, જેને સ્ટારકાસ્ટ ઇન્ડિયા મેગેઝિને એડિશન માટે લીધી હતી. તેને કહ્યું હતુ કે તે આ મૂવમેન્ટને કેવી રીતે એન્જૉય કરી રહી હતી.
5/6
શિખા સિંહ- ટીવી એક્ટ્રેસ શિખા સિંહે પણ પોતાની દીકરી અલીનાને બ્રેસ્ટફીડિંગ કરાવતી તસવીર શેર કરી હતી. તેને કહ્યું હતુ- તે પોતાના આ પગલા દ્વારા સિરક બ્રેસ્ટફીડિંગને નૉર્મલાઇઝ કરવા ઇચ્છે છે.
6/6
ક્રિસી ટેગેન- ક્રિસી ટેગેન ઓલ ઓફ મી ફેમ સિંગર જૉન લીજેન્ડની પત્ની છે. અમેરિકન સિંગરની પત્નીએ પણ પોતાના ઝુડવા બાળકોને બ્રેસ્ટફીડિંગ કરાવતો ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો, અને આને સામાન્ય પ્રક્રિયા બતાવાની કોશિશ કરી હતી.
Published at : 03 Aug 2021 10:45 AM (IST)