Year Ender 2024: આ વર્ષે આ અભિનેત્રીઓના સાડી લૂક્સ રહ્યા ચર્ચામાં,જુઓ તસવીરો

Year Ender 2024: આ વર્ષે આ અભિનેત્રીઓના સાડી લૂક્સ રહ્યા ચર્ચામાં,જુઓ તસવીરો

સુહાના ખાન, અનન્યા પાંડે અને જાહ્નવી

1/6
Year Ender 2024: બોલિવૂડમાં માત્ર સ્ટાઇલિશ લુક્સ જ જોવા નથી મળતા, નવા ટ્રેન્ડ પણ જોવા મળે છે. કપડાં હોય, સૂટ હોય કે સાડી હોય આ અભિનેત્રીઓ જાણે છે કે કેવી રીતે સ્ટાઇલ કરવી અને તેમના સિમ્પલ લૂકમાં ચાર ચાંદ લગાવવા.જો તમે પણ એવી રીતે સાડી પહેરવા માંગો છો કે તમે અલગ દેખાવો, તો તમે આ બોલિવૂડ સેલેબ્સના સાડીના લુક્સ પરથી આઈડિયા લઈ શકો છો. આ લુક્સ વર્ષ 2024ના સૌથી ખાસ સાડી લુક્સમાં સામેલ છે.
2/6
સુહાના ખાને થોડા દિવસ પહેલા જ ફાલ્ગુની પીકોક ઈન્ડિયાની આ ડિઝાઈનર સાડી પહેરી હતી. સુહાનાએ આ ગોલ્ડન એમ્બેલિશ્ડ નેટ સાડી સાથે ગોલ્ડન રંગનું બ્લાઉઝ પહેર્યું છે. બ્રાઉન મેકઅપ સાથે તેના દેખાવને પૂર્ણ કરવા માટે સુહાનાએ જ્વેલરીમાં માત્ર સ્ટડ પસંદ કર્યા છે.
3/6
અનન્યા પાંડે ઘણીવાર ફેશન ગેમમાં મોખરે રહે છે. અનન્યા લેટેસ્ટ ડ્રેસ પહેરે કે સૂટ અને સાડી તે દરેક લુકમાં શાનદાર લાગે છે. અનન્યાનો આ સાડી લુક પણ ખૂબ જ ખાસ હતો જેમાં તે ફ્લોરલ એમ્બ્રોઇડરીવાળી સાડી પહેરેલી જોવા મળે છે. અનન્યાએ આ સાડી સાથે સ્મોકી આઈ મેકઅપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે.
4/6
ફિલ્મ સ્ત્રી 2ના પ્રમોશન દરમિયાન શ્રદ્ધા કપૂર આ સાડી પહેરેલી જોવા મળી હતી. શ્રદ્ધાએ આ લાલ સાડી સાથે બ્લૂ, રેડ અને ગોલ્ડન બોર્ડર સાથે એમ્બ્રોઇડરી કરેલું બ્લાઉઝ પહેર્યું છે. તેના લુકને પૂર્ણ કરવા માટે શ્રદ્ધાએ પાતળો નેકલેસ, ઇયરિંગ્સ અને વીંટી પહેરી છે. શ્રદ્ધાએ મેકઅપને હળવો અને ચમકદાર રાખ્યો છે.
5/6
જાહ્નવી કપૂરનો દરેક લુક બીજા કરતા અલગ છે. વેસ્ટર્ન હોય કે ઈન્ડિયન જાન્હવી દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે. જાહ્નવીની આ સાડી પણ ખૂબ જ સુંદર છે. આ સાડી સાથે જાહ્નવીએ ફુલ સ્લીવ્સ એમ્બ્રોઇડરી અને નેટ બ્લાઉઝ પહેર્યું છે.જાહ્નવીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે.આ સાડી લૂકમાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગે છે.
6/6
તારા સુતારિયા પણ સાડી લૂકમાં સુંદર લાગે છે. આ સફેદ સાડીમાં ઓફ શોલ્ડર બ્લાઉઝ સાથે તારાનો સ્ટાઇલ અંદાજ મળ્યો હતો. સફેદ બોર્ડર સાડીની સુંદરતામાં વધારો કરે છે, પરંતુ તારાનો ચમકદાર મેક-અપ, જ્વેલરી અને હાઇ સ્લીક બન પણ સમગ્ર દેખાવને જોરદાર બનાવે છે.
Sponsored Links by Taboola