Zaara Yesmin Pics: બ્લેક ગોગલ્સ પહેરી ઝારા યાસ્મીને કેમેરા સામે આપ્યા કિલર પોઝ

તે મોટાભાગે સ્ક્રીન પર સિમ્પલ અને ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ મોડર્ન છે અને તેના બિકીની ફોટોઝ દ્વારા ઈન્ટરનેટ પર ધમાલ મચાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઝારા યાસ્મીનની ઘણી બોલ્ડ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે બાદ દરેકના મનમાં એક જ સવાલ છે કે આ ઝારા યાસ્મીન કોણ છે અને તે ક્યાંની છે.

આ સિવાય જો તમે પણ ઝારા યાસ્મીન વિશે અને તેના અંગત જીવન સાથે જોડાયેલી અન્ય માહિતી જાણવા માગો છો, તો ચાલો આજે તમને જણાવીએ કે કોણ છે ઝારા યાસ્મીન જેણે પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
8 જાન્યુઆરી 1994ના રોજ આસામમાં જન્મેલી ઝારા યાસ્મીન એક મોડલ અને બિઝનેસવુમન પણ છે. તેનું અસલી નામ રૂખસાર યાસ્મીન છે.
તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. જેમાં અસીમ રિયાઝથી લઈને પાર્થ સામંથા જેવા કલાકારો હતા. તેણે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે પેન્ટોક્ટ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડની સહ-સ્થાપક છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝારા યાસ્મિને જાહેરાતો, ગીતો અને તેના બિઝનેસ દ્વારા સારી એવી કમાણી કરી છે. 30 વર્ષની ઝારા યાસ્મીનનું નામ નામકરણ ફેમ એક્ટર ઝૈન ઈમામ સાથે જોડાયું હતું. તેમના ડેટિંગના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયા હતા.