Look back 2024 : આ વર્ષે આ ભારતીય સેલેબ્સેના થયા ડિવોર્સ અને બ્રેકઅપ, આ સ્ટાર્સના નામ સામેલ
આ વર્ષે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટીવી જગતના ઘણા પ્રખ્યાત સેલિબ્રિટી કપલ્સના સંબંધો તૂટી ગયા હતા. આ વર્ષ તેમના માટે ખૂબ જ પડકારજનક સાબિત થયું, કારણ કે ઘણા જાણીતા કપલ્સે તેમના સંબંધો તોડી નાખ્યા હતા.
ફોટોઃ સોશિયલ મીડિયા
1/7
આ વર્ષે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટીવી જગતના ઘણા પ્રખ્યાત સેલિબ્રિટી કપલ્સના સંબંધો તૂટી ગયા હતા. આ વર્ષ તેમના માટે ખૂબ જ પડકારજનક સાબિત થયું, કારણ કે ઘણા જાણીતા કપલ્સે તેમના સંબંધો તોડી નાખ્યા હતા. આ સેલિબ્રિટીઓના બ્રેકઅપ અને છૂટાછેડાએ મીડિયામાં પણ હેડલાઇન્સ બનાવી છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત અને અભિનેતા ધનુષે 18 વર્ષ બાદ પોતાના સંબંધોને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ બ્રેકઅપની જાહેરાત કરી હતી જે તેના ચાહકો માટે મોટો આઘાત હતો.
2/7
મ્યૂઝિક મેસ્ટ્રો એઆર રહેમાન અને તેમની પત્ની સાયરા બાનુએ 29 વર્ષ પછી તેમના સંબંધોને સમાપ્ત કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો હતો. રહેમાને આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જે બાદ ચાહકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું.
3/7
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે જાન્યુઆરી 2024માં છૂટાછેડાની જાહેરાત કરી હતી. આ કપલ ઘણા સમયથી સમાચારોમાં હતું અને આ બ્રેકઅપે પણ બધાને ચોંકાવી દીધા હતા.
4/7
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે પણ આ વર્ષે તેમના છૂટાછેડાના સમાચારથી બધાને ચોંકાવી દીધા હતા. આ સમાચાર ચાહકો માટે આશ્ચર્યજનક હતા.
5/7
હેમા માલિનીની પુત્રી ઇશા દેઓલ અને ભરત તખ્તાનીએ પણ 11 વર્ષ બાદ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. આ સમાચારથી તેના ચાહકો પણ દંગ રહી ગયા હતા.બોલિવૂડ એક્ટર ઈમરાન ખાન અને તેની પત્ની અવંતિકા મલિકે પણ આ વર્ષે તેમના સંબંધોનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો. જો કે તેઓ લાંબા સમયથી અલગ રહેતા હતા અને સાથે તેમની પુત્રીની સંભાળ લેતા હતા.
6/7
કુશા કપિલા અને ઝોરાવર સિંહ અહલુવાલિયાએ તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. અભિનેત્રી ઉર્મિલા માતોંડકર અને તેના પતિ મોહસીન અખ્તર મીરે પણ 8 વર્ષ બાદ છૂટાછેડા માટે અરજી કરી હતી
7/7
બોલિવૂડના કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે પણ 2024માં તેમના બ્રેકઅપની જાહેરાત કરી હતી. ટીવી એક્ટ્રેસ દલજીત કૌર અને નિખિલ પટેલે મે 2024માં તેમના લગ્ન સમાપ્ત કર્યા હતા. તેની પાછળના કારણો જાણી શકાયા નથી.
Published at : 13 Dec 2024 03:03 PM (IST)