Baby Boy: અમેરિકન પૉપ સિંગર રિહાનાએ આપ્યો દીકરાને જન્મ, હવે કરશે લગ્નની તૈયારીઓ........

Baby Boy: અમેરિકાની સ્ટાર અને પૉપ સિંગર રિહાના હાલમાં ખુબ ચર્ચામાં છે, રિહાનાએ 13 મેએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. ખાસ વાત છે કે, રિહાનાએ લગ્ન નથી કર્યા પરંતુ તેને પોતાના બૉયફ્રેન્ડ સાથે મળીને આ આ બાળકને જન્મ આપ્યો છે. આ કપલનુ આ પહેલુ બાળક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આ વાતની જાણકારી તેને હવે પોતાના ફેન્સ અને ચાહકોને આપી છે. સોશ્યલ મીડિયા પર રિહાનાએ આ વાત જાહેર કરી છે. આ પછી બન્ને ન્યૂ પેરેન્ટ્સને લોકોએ શુભેચ્છાઓ આપવા માંડી હતી.

ઉલ્લેખનીય છે કે રિહાનાએ પોતાના બાળકને અમેરિકાના લૉસ એન્જેલસમાં જન્મ આપ્યો છે.
રિહાનાને પ્રેગનન્સીની શરૂઆતથી જ બૉલ્ડ તસવીરો સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરતા જોવામાં આવી છે, જેના કારણે તે ખુબ ચર્ચામાં પણ રહી છે.
રિહાના બાળકના નામ બાદ હવે પોતાના બૉયફ્રેન્ડ રૉકીની સાથે લગ્ન કરવાની તૈયારીઓમાં લાગી ગઇ છે. જી, હાં, બાળકના જન્મ બાદ હવે ઓફિશિયલ પેરેન્ટ બાદ હવે તે ઓફિશિયલ કપલ પણ બનવા જઇ રહ્યાં છે.
રિહાનાએ પોતાના રિલેશનશીપની શરૂઆત 2020માં કરી હતી, આની જાણકારી તેને તે વર્ષે નવેમ્બરમાં પોતાના ફેન્સને આપી હતી. ભારતમાં ખેડૂત આંદોલન દરમિયાન રિહાના ખુબ ચર્ચામાં આવી હતી, તેને ખેડૂત આંદોલનને લઇને ટ્વીટ કર્યુ હતુ.