આ યુવતી સાથે પ્રભાસના લગ્નને લઇને ચાલી રહી છે ચર્ચા, જાણો ક્યા સુપરસ્ટારની છે ભત્રીજી?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ બાહુબલી ફિલ્મના સુપરસ્ટાર પ્રભાસના લગ્નની ચર્ચા ખૂબ ચાલી રહી છે. છેલ્લા અનેક સમયથી તેનું નામ અનુષ્કા શેટ્ટી સાથે જોડાઇ રહ્યુ છે. જોકે, કેટલાક સમયથી પ્રભાસનું નામ એક્ટ્રેસ નિહારિકા કોનિડેલા સાથે જોડાઇ રહ્યું છે. આખરે કોણ છે નિહારિકા કોનિડેલા?
નિહારિકાનું કહેવું છે કે તેના લગ્નની ખબરો ચાલી રહી છે જે પોતે પણ જાણતી નથી. હું જાણતી નથી કે આ પ્રકારના રિપોર્ટ્સ ક્યાંથી આવે છે. નિહારિકા ફિલ્મોમાં ન્યૂકમર છે. છતાં તેના ફોલોઅર્સ ખૂબ વધારે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 12 લાખથી વધુ ફોલોઅર્સ છે. નિહારિકાએ ફક્ત પાંચ ફિલ્મોમાં કામ કર્યું છે. તે સિવાય તેણે ત્રણ વેબસીરિઝમાં કામ કર્યુ છે.
નિહારિકા એક એક્ટ્રેસ છે અને ફિલ્મ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. નિહારિકા સુપરસ્ટાર ચિરંજીવી અને પવન કલ્યાણની ભત્રીજી છે. આ રીતે તે સુપરસ્ટાર રામ ચરણ અને અલ્લુ અર્જુનની કઝિન થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી નિહારિકા અને પ્રભાસના લગ્નની ચર્ચા હતી પરંતુ તેણે આ ખબરોને ફગાવી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -