Christmas 2022: ક્રિસમસ પર સ્ટાઇલિશ દેખાવા માટે આ એક્ટ્રેસનો આઉટફિટ કરો ટ્રાય
જો તમે ક્રિસમસ પાર્ટીમાં જઈ રહ્યા છો અને આઉટફિટને લઈને મૂંઝવણમાં છો તો અમે તમારા માટે બૉલિવૂડ અભિનેત્રીઓના લુક્સ લઈને આવ્યા છીએ જેને તમે ટ્રાય કરીને પાર્ટીમાં પહેરીને જઇ શકો છો.
ફાઇલ તસવીર
1/7
જો તમે ક્રિસમસ પાર્ટીમાં જઈ રહ્યા છો અને આઉટફિટને લઈને મૂંઝવણમાં છો તો અમે તમારા માટે બૉલિવૂડ અભિનેત્રીઓના લુક્સ લઈને આવ્યા છીએ જેને તમે ટ્રાય કરીને પાર્ટીમાં પહેરીને જઇ શકો છો.
2/7
બોલિવૂડમાં બહુ ઓછા સમયમાં પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી જાન્હવી કપૂર હંમેશા પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી દરેક લુકમાં સુંદર લાગે છે, પરંતુ જ્યારે પણ તે લાલ રંગનો ડ્રેસ પહેરે છે ત્યારે તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. જો તમે પણ ક્રિસમસ પાર્ટીમાં જઈ રહ્યા છો તો તમે જાન્હવી કપૂરનો આ લુક ટ્રાય કરી શકો છો.
3/7
મલાઈકા અરોરા - બોલિવૂડની હોટ એક્ટ્રેસ મલાઈકા ઘણીવાર રેડ ડ્રેસમાં પોતાની સ્ટાઈલ ફ્લોન્ટ કરતી હોય છે. જો તમે પાર્ટીમાં ગ્લેમરસ દેખાવા માંગતા હોવ તો તમે આ પણ ટ્રાય કરી શકો છો.
4/7
કિયારા અડવાણી – જો તમે ક્રિસમસ પાર્ટીમાં સ્ટાઇલિશ સાથે ક્લાસી દેખાવા માંગતા હોવ, તો કિયારાનો આ ડ્રેસ તમારા માટે શ્રેષ્ઠ છે. તમે પણ આ રેડ કો-ઓર્ડ સેટમાં કિયારાની જેમ સુંદર દેખાશો.
5/7
જાસ્મીન ભસીન – ટીવી અભિનેત્રી જાસ્મીન આ લાલ ડ્રેસમાં બાર્બી ડોલ જેવી દેખાઈ રહી છે. તમે ક્રિસમસ પાર્ટીમાં પણ આ ડ્રેસ ટ્રાય કરી શકો છો. જે ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે.
6/7
દીપિકા પાદુકોણ - જો તમે આ વર્ષે પાર્ટીમાં કંઈક અલગ ટ્રાય કરવા ઈચ્છો છો, તો દીપિકા પાદુકોણનો આ બોસ લેડી લુક તમારા માટે પરફેક્ટ છે. તમે આ લાલ પેન્ટ સૂટમાં નાતાલની ઉજવણી કરી શકો છો.
7/7
મોનાલિસા- ભોજપુરી અને ટીવી એક્ટ્રેસ પોતાના લેટેસ્ટ ફોટોઝને લઈને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા તે આ રેડ શોર્ટ બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. જેને તમે તમારી ક્રિસમસ પાર્ટીમાં ટ્રાય કરી શકો છો.
Published at : 22 Dec 2022 02:20 PM (IST)