KL Rahul Marriage: આવતા વર્ષે લગ્ન કરશે કે.એલ રાહુલ, અથિયા શેટ્ટી સાથે આવતા વર્ષે લેશે સાત ફેરે
KL Rahul Weds Athiya Shetty: K L રાહુલ અને આથિયા શેટ્ટી લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે. હવે આ કપલ જાન્યુઆરીમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર K.L.રાહુલ આવતા વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યાં છે. તે અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે મહારાષ્ટ્રમાં સાત ફેરા લેશે. BCCIના એક સૂત્રને ટાંકીને આ રિપોર્ટ સામે આવ્યો છે.
BBCના એક સૂત્રના જણાવ્યાં અનુસાર, 'કેએલએ મને થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, તે આવતા વર્ષે અથિયા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ પછી યુવતીના પક્ષના એક સભ્યએ પણ મને આ વાત કહી. ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે અને ત્યાર બાદ બંને મહારાષ્ટ્રમાં લગ્ન કરશે.
કેએલ રાહુલ અને આથિયા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અથિયા અવારનવાર K.L રાહુલની મેચ જોવા સ્ટેડિયમમાં હાજર રહે છે. ટીમ ઈન્ડિયાના વિદેશ પ્રવાસમાં આથિયા ઘણી વખત K.L. રાહુલ સાથે પણ જોવા મળી છે.
આથિયા બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી છે. અથિયાએ કેટલીક ફિલ્મોમાં લીડ એક્ટ્રેસ તરીકે પણ કામ કર્યું છે. પરંતુ લાંબા સમયથી તે મોટા પડદા પર દેખાઈ નથી.
K.L રાહુલ આથિયા શેટ્ટી એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી. . ધીરે ધીરે વાતનો દોર ડેટિંગ સુધી પહોંચ્યો અને હવે આ કપલ લગ્ન કરવા જઇ રહ્યાં છે.
આથિયા અને રાહુલના સંબંધોના સમાચાર ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર હતા પરંતુ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં બંનેની લવ સ્ટોરીનો ખુલાસો થયો હતો. કેએલ રાહુલે આથિયાને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી તે પોસ્ટમાં, તેણે આથિયા સાથેની તેની તસવીર સાથે હાર્ટ ઇમોજી શેર કરી.
K.L. રાહુલ હાલમાં એશિયા કપ 2022માં વ્યસ્ત છે. આ પછી તેને સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરીઝ રમવાની છે. ત્યારબાદ ઓક્ટોબરમાં ટી-20 વર્લ્ડ કપ પણ શરૂ થવાનો છે. આવી સ્થિતિમાં, આગામી બે મહિના માટે રાહુલનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે. બીજી તરફ આથિયા શેટ્ટી પણ હાલમાં કેટલાક ફિલ્મ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.