Jacqueline Fernandez: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને અબુ ધાબી જવાની આપી મંજૂરી

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને 31 મેથી 6 જૂન સુધી અબુ ધાબી જવાની મંજૂરી આપી છે. 28 મેના રોજ જેકલીને અબુ ધાબીમાં યોજાનાર આઈફા એવોર્ડમાં હાજરી આપવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અગાઉ જેકલીને 17 મેથી 28 મે વચ્ચે અબુ ધાબી, દુબઈ, ફ્રાન્સ અને નેપાળ જવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેનો EDએ વિરોધ કર્યો હતો અને બાદમાં જેકલીને અરજી પાછી ખેંચી હતી.

એડિશનલ સેશન્સ જજ પ્રવીણ સિંહે કહ્યું કે આ કેસમાં તેમની સામે જાહેર કરાયેલી લુકઆઉટ નોટિસ (LOC) સસ્પેન્ડ રહેશે. કોર્ટે તેણીને રૂ. 50 લાખની ફિક્સ ડિપોઝીટ રસીદ (FDR), રૂ.50 લાખના જામીન, મુસાફરી દરમિયાન રોકાણની વિગતો અને પરત ફરવાની તારીખ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત, તેણી ભારત પરત ફરે ત્યારે તેણે તપાસ એજન્સીને જાણ કરવી પડશે.
જેકલીનના વકીલોએ કહ્યું હતું કે અબુ ધાબીમાં એવોર્ડ સમારંભ મોકૂફ રાખવામાં આવ્યો છે અને નવી તારીખ જાહેર થયા બાદ અરજી દાખલ કરવામાં આવશે. એજન્સીએ જેકલીનની વિદેશ જવાની વિનંતીનો વિરોધ કર્યો અને કહ્યું કે સુકેશ ચંદ્રશેખરની 200 કરોડની ખંડણીના સંદર્ભમાં જેકલીનની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, તેણી હજુ પણ સાચી માહિતી આપી રહી નથી. એજન્સીએ આ કેસમાં રૂ. 7.25 કરોડની સંપત્તિ પણ જપ્ત કરી છે.
એજન્સીને શંકા છે કે જેક્લીન વિદેશ જતી રહી છે અને તેથી અગાઉ પણ જેક્લીન માટે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન અભિનેત્રી જેકલીન પણ કોર્ટમાં હાજર રહી હતી.
સુકેશ ચંદ્રશેખરે જેકલીનને મોંઘી ગિફ્ટ આપી છે. પરિણામે, EDએ તેની લગભગ 7 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે, જે તેને સુકેશ ચંદ્રશેખરે ભેટ તરીકે આપી હતી. સુકેશ ચંદ્રશેખરે બોલિવૂડની ઘણી મોડલ અને અભિનેત્રીઓ પર 20 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. હાલ તે જેલમાં છે. જેકલીન ફર્નાન્ડીઝ એક ફિલ્મ અભિનેત્રી છે. તેણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે.