ટ્રેજેડી કિંગ કહેવાતા અભિનેતા Dilip Kumar છે ઇન્ડસ્ટ્રીના 'The First Khan', એક બ્રેકથી મળી શાનદાર સક્સેસ, જાણો કેરિયર વિશે......
Dilip Kumar: ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની વયે આજે સવારે નિધન થયુ છે, નિધનની ખબર મળતાં જ આખા બૉલીવૂડમાં શોકની લહેર પ્રસરી ગઇ છે. દિગ્ગજ અભિનેતાએ આજે સવારે 7-30 કલાકે મુંબઇની હૉસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફને કારણે ફરી એક વખત 29 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘ટ્રેજેડી કિંગ તરીકે ઓળખ- ‘ટ્રેજેડી કિંગ’ તરીકે ઓળકાતા દિલીપ કુમારે 1944માં જ્વારા ભાટા ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી ને પોતાના પાંચ દાયકાની લાંબી કારકિર્દીમાં તેમણે ‘મુગલ-એ-આઝમ’, ‘દેવદાકસ’, ‘નયા દૌર’, ‘રામ ઔર શ્યામ’ જેવી હિટ ફિલ્મો આપી. તેઓ છેલ્લે 1998માં આવેલ ફિલ્મ ‘કિલા’માં જોવા મળ્યા હતા.
દિલીપ કુમારનો જન્મ- દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. દિલીપ કુમારનું સાચું નામ યુસુફ ખાન છે. 1966માં દિલીપ કુમારે એક્ટ્રેસ સાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. તેને 191માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1994માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2015માં દિલીપ કુમારને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા. વર્ષ 200માં દિલીપ કુમાર રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. વર્ષ 1949માં આવેલી ફિલ્મ અંદાજથી દિલીપ કુમારને વધુ પ્રસિદ્ધી મળી. 1951માં દિદાર, 1955માં દેવદાસ જેવી ફિલ્મોમાં ભૂમિકાથી તેમને ટ્રેજેડી કિંગની ઓળખ મળી.
મોહમ્મદ યુસુફ ખાન હતુ અસલી નામ- દિલીપ કુમાર (Dilip Kumar)નુ અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન (Mohammed Yusuf Khan) હતુ. તેમને જન્મ 11 ડિસેમ્બર, 1922માં થયો હતો. તેમને હિન્દી સિનેમામાં The First Khanના નામથી ઓળખવામાં આવે છે. હિન્દી સિનેમામાં મેથડ એક્ટિંગની ક્રેડિટ તેમને જ અપાય છે.
એક ફિલ્મથી બદલાઇ જિંદગી- દિલીપ કુમારનુ અસલી નામ યુસુફ સરવર ખાન હતુ. તેમના પિતા ફળોના મોટા વેપારી હતી, તેમની ફિલ્મ મુગલ-એ-આઝમ તે જમાનામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આજે પણ આ ફિલ્મને લોકો ખુબ પસંદ કરે છે.
દિલીપ કુમારની લોકપ્રિય ફિલ્મો- દિલીપ કુમારે પોતાની એક્ટિંગની શરૂઆત 1944માં ફિલ્મ જ્વાર ભાટાથી કરી હતી, આને બૉમ્બે ટૉકીઝે પ્રૉડ્યૂસ કરી હતી. લગભગ પાંચ દાયકાની એક્ટિંગ કેરિયરમાં તેમને 65થી વધુ ફિલ્મો કરી. દિલીપ કુમારની કેટલીક સારી અને લોકપ્રિય ફિલ્મો છે - અંદાજ (1949), આન (1952), દાગ (1952), દેવદાસ (1955), આઝાદ (1955), મુગલ-એ-આઝમ- Mughal-e-Azam (1960), ગંગા જમુના (1961), રામ ઔર શ્યામ (1967).
પીએમ મોદીએ કર્યુ ટ્વીટ- પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “દિલીપ કુમાર જીને સિનેમાના એક લીજેન્ડ તરીકે યાદ કરવામાં આવશે. તેમને અદ્વિતીય પ્રતિભાના આશીર્વાદ મળ્યા હતા, જેના કારણે પેઢીઓ સુધી દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. તેમનું જવું સાંસ્કૃતિક દુનિયા માટે એક ક્ષતિ છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ફેન્સ પ્રત્યે સંવેદના. શ્રદ્ધાંજલિ”
રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ- રાહુલ ગાંધી પણ પણ દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, “દિલીપ કુમાર જીના પરિવાર, મિત્રો અ ફેન્સને પ્રત્યે મારી હાર્દિક સંવેદના છે. ભારતીય સિનેમામાં તેમનું અસાધારણ યોગદાનને આવનાર પેઢીઓ માટે યાદ કરવામાં આવશે.”