Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
22 ફિલ્મો ફ્લોપ રહી તો છોડી ઈન્ડસ્ટ્રી, હવે જ્યુસ વેચી રહ્યો છે આ અભિનેતા, નેટવર્થ એટલી છે કે જાણીને ઉડી જશે હોશ
અમે જે અભિનેતાની વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ ડિનો મોરિયા છે. ડિનો એક ફેશન મોડેલથી અભિનેતા બન્યા હતા. તેમણે ઘણી હિન્દી, તમિલ, કન્નડ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિનોએ ફિલ્મ 'પ્યાર મેં કભી કભી'થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બુરી રીતે નિષ્ફળ રહી હતી. પરંતુ ત્યારબાદ બિપાશા બસુ સાથે તેમની બીજી ફિલ્મ 'રાઝ' બ્લોકબસ્ટર સાબિત થઈ. આ ફિલ્મે તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા.
જોકે ડિનો પોતાનું સ્ટારડમ જાળવી ન શક્યા. ડિનોની મોટાભાગની ફિલ્મો જેવી કે ગુનાહ, બાઝ એ બર્ડ ઈન ડેન્જર, સશ્શ્શ, ઈશ્ક હૈ તુમસે, પ્લાન, ઈન્સાફ ધ જસ્ટિસ, રક્ત અને ચેહરા બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી.
2006માં, તેમણે સેમી હિટ અક્સર આપી હતી. જોકે ત્યારબાદ તેમની બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ. બોક્સ ઓફિસ ઈન્ડિયા મુજબ અભિનેતાએ કુલ 22 ફ્લોપ ફિલ્મો આપી. સતત ફિલ્મો ફ્લોપ થવાને કારણે ડિનોએ ઈન્ડસ્ટ્રીથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો.
ફિલ્મોમાં તો કરિયર નહીં ચાલ્યું પરંતુ ડિનોએ બિઝનેસમાં સફળતા મેળવી લીધી. અભિનેતાએ વર્ષ 2012માં, એમએસ ધોનીની સાથે, કૂલ માલ નામની એક મર્ચન્ડાઈઝિંગ કંપની લોન્ચ કરી હતી. તેમણે 2013માં પોતાનું ખુદનું પ્રોડક્શન હાઉસ, ક્લોકવાઈઝ ફિલ્મ્સ પણ ખોલ્યું અને પછીથી પોતાના બેનર હેઠળ જિસ્મ 2નું નિર્માણ કર્યું.
ત્યારબાદ તેમણે મિથિલ લોઢા અને રાહુલ જૈન સાથે કોલ્ડ પ્રેસ્ડ જ્યુસ બ્રાન્ડ ધ ફ્રેશ પ્રેસની શરૂઆત કરી. વર્ષ 2018માં શરૂ થયેલ આ બ્રાન્ડે 36 સ્ટેશન ડેવલપ કર્યા છે અને ભારતના ઘણા રાજ્યો જેવા કે ગુજરાત, દિલ્હી, રાજસ્થાન અને અન્યમાં બિઝનેસ એક્સપેન્ડ કરવાની યોજના બનાવી છે.
ડિનો આજે ફિલ્મો ના કરવા છતાં આલીશાન લાઈફ જીવે છે અને બેશુમાર દોલતના માલિક છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અભિનેતાની કુલ નેટવર્થ 82 કરોડ રૂપિયા થઈ ગઈ છે.