Divya Khosla Birthday: દિવ્યા ખોસલાને પહેલીવાર જોતાં જ દિલ આપી બેઠા હતા ભૂષણ કુમાર, ફિલ્મી છે એક્ટ્રેસની લવ સ્ટૉરી
Divya Khosla Birthday: બૉલીવુડની સ્ટાર એક્ટ્રેસ અને હવે ફિલ્મ નિર્માતા બની ચૂકેલી દિવ્યા ખોસલા અનેક પ્રસંગે ચર્ચાનો વિષય બને છે. હવે તે પોતાના જન્મદિવસને લઇને ચર્ચામા છે. દિવ્યા કુમાર ખોસલાએ 18 વર્ષ પહેલા નિર્માતા ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીનો જન્મદિવસ 27 નવેમ્બરે છે. આ ખાસ અવસર પર અમે તમને તેમની લવ સ્ટૉરી વિશે જણાવીએ છીએ, કપલની લવ સ્ટૉરી કોઇ ફિલ્મી સ્ટૉરીથી કમ નથી....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂષણ કુમાર અને દિવ્યા ખોસલાની લવ સ્ટૉરી કોઈ ફિલ્મથી કમ નથી. બંનેની પહેલી મુલાકાત ફિલ્મના સેટ પર થઈ હતી. ભૂષણ દિવ્યાને પહેલીવાર જોતાં જ તેના પ્રેમમાં પડી ગયો હતો.
દિવ્યા ખોસલા વર્ષ 2004માં આવેલી ફિલ્મ 'અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારે કામ કર્યું હતું. જ્યારે દિવ્યાએ લીડ રૉલ પ્લે કર્યો હતો.
આ ફિલ્મના શૂટિંગ દરમિયાન દિવ્યા ખોસલા અને ભૂષણ કુમારની પહેલી મુલાકાત થઈ હતી. આ પછી બંનેએ મેસેજ દ્વારા વાત કરવાનું શરૂ કર્યું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિવ્યાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેણે શરૂઆતમાં ભૂષણ કુમાર સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ થોડા દિવસો પછી એક્ટ્રેસે મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું હતું.
અભિનેત્રીએ જણાવ્યું કે તે એક રૂઢિચુસ્ત પંજાબી પરિવારમાંથી આવે છે અને તે કોઈ અમીર છોકરાની વધુ નજીક જવા માંગતી નથી.
જ્યારે ભૂષણ કુમારની બહેનના દિલ્હીમાં લગ્ન થયા ત્યારે તેણે દિવ્યા ખોસલા અને તેના સમગ્ર પરિવારને આમંત્રણ આપ્યું હતું. અભિનેત્રીના પરિવારને ભૂષણ કુમાર પહેલી નજરમાં જ ગમી ગયો હતો. આ પછી માતાએ દિવ્યાને ભૂષણ કુમાર સાથે લગ્ન કરવાનું કહ્યું.
તે સમયે દિવ્યા ખોસલાને પણ ભૂષણ કુમાર ગમવા લાગ્યા હતા. ત્યારબાદ અભિનેત્રીએ માત્ર 21 વર્ષની ઉંમરે 2005માં ભૂષણ કુમાર સાથે લગ્ન કરી લીધા હતા. આમ કપલની લવ સ્ટૉરી ખુબ જ ઇન્ટરેસ્ટિંગ રહી છે.