Diwali 2023: દિવાળી પાર્ટીમાં બનારસી સાડી પહેરી બની-ઠનીને પહોંચી હતી Rekha, એક્ટ્રેસે લૂંટી લીધી મહેફિલ...........
Diwali 2023: પ્રસિદ્ધ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પોતાના ઘરે ગઇસાંજે દિવાળી પાર્ટી યોજી હતી, રવિવારની સાંજે યોજાયેલી આ ભવ્ય દિવાળી પાર્ટીમાં બૉલીવુડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો. એવરગ્રીન રેખાએ પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી. રેખાએ તેના અમેઝિંગ લૂકથી પાર્ટીની આખી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. રેખા બનારસી સાડી પહેરીને દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રસિદ્ધ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ તાજેતરમાં પ્રકાશના તહેવારની ઉજવણી કરવા માટે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું અને તે સ્ટાર-સ્ટડેડ અફેર હતું. પીઢ અભિનેત્રી રેખા પણ પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન એવરગ્રીન અભિનેત્રી તેના ક્લાસિક સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
રેખા દિવાળીની પાર્ટીમાં લાલ બૉર્ડરવાળી ગૉલ્ડન અને બ્લેક કૉમ્બિનેશન સાડી અને ફૂલ સ્લીવ બ્લાઉઝ પહેરીને પહોંચી હતી. તેણીની સાડીની ડિઝાઇન સાથે મેળ ખાતી, તેણીએ લાલ રંગની વિગતો સાથે ગૉલ્ડ જ્વેલરી પણ કેરી કરી હતી.
બૉલીવૂડની સદાબહાર સુંદરીએ તેના વાળ બનમાં બાંધ્યા હતા અને માંગ ટીક્કા લગાવ્યા હતા. અભિનેત્રીએ તેની સિગ્નેચર સ્ટાઈલ રેડ લિપસ્ટિકથી તેનો લૂક કમ્પ્લીટ કર્યો હતો.
આ દરમિયાન રેખા પણ પૈપરાજીની સામે હાથ જોડીને બધાનું અભિવાદન કરતી જોવા મળી હતી.
આ સમય દરમિયાન રેખાએ પૈપરાજી માટે જોરદાર પૉઝ આપ્યા હતા અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
તેણે ફોટોગ્રાફર્સ અને વીડિયોગ્રાફર સાથે પણ ખૂબ મજાક કરી.
મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટી માટે રેખાનો લૂક ઓનલાઈન દિલ જીતી રહ્યો છે અને નેટીઝન્સ તેની સુંદરતાના વખાણ કરવાનું રોકી શકતા નથી.