કેટરીના કેફનું સ્લિમ બોડીનું રહસ્ય શું છે, જાણો છો? એક્ટ્રેસ શેર કર્યો સિક્રેટ ફિટનેસ મંત્ર
બોલિવૂડની ફિટનેસ ક્વીન કેટરીના કૈફે વિકી કૌશલ સાથે લગ્ન કરીને તમામ ચાહકોને દંગ કરી દીધા હતા. ત્યારથી, તેની અને વિકી કૌશલની ઘણી સારી જોડીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. છે કે કેટરીનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે રીતે પોતાને ફિટ અને મેઇન્ટેન કરી છે.તે લાજવાબ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટરીનાના ચાહકો તેના ફિટ બોડી, સુંદર અને દોષરહિત ત્વચાનું રહસ્ય જાણવા માટે હંમેશા ઉત્સુક હોય છે. ચાહકોની ઉત્સુકતાને થોડી વધુ વધારવા માટે આજે અમે કેટરિનાનો સોશિયલ મીડિયા પર ચાલી રહેલો વીડિયો શેર કરી રહ્યાં છીએ. જેને મિની માથુરે યુટ્યુબ પર શેર કર્યો છે. મીની તેની સારી મિત્ર પણ છે. મીનીએ જણાવ્યું કે, રેસિપીની સાથે સ્મૂધીના ઘટકોનો પણ ઉલ્લેખ કર્યો છે અને અંતે એમ પણ કહ્યું છે કે તમારે તેના ટેક્સચર અને કલર પર ન જવું જોઈએ. તે માત્ર ટેસ્ટમાં જ અદ્ભુત નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ કેટરીના કૈફની સિક્રેટ સ્મૂધીની રેસિપી.
ગ્રીન સ્મૂધી માટેની સામગ્રી- અડધો એવોકાડો,1 ટીસ્પૂન ચિયા સીડ્સ,5 ફુદીનાના પાન,5 પાન,1 બનાના,1 ચમચી કોકો પાવડર,કેટલાક બરફના ટુકડા,લીંબુ સરબત,પાણી પહેલા આટલી સામગ્રી તૈયાર કરી લો.
ગ્રીન સ્મૂધી કેવી રીતે બનાવવી-સૌપ્રથમ એવોકાડોનો પલ્પ કાઢીને બ્લેન્ડરમાં નાખો. હવે તેમાં ફુદીનો અને પાલકના પાન ઉમેરો. હવે કેળાને કાપીને તેમાં નાખો. હવે બરફ સિવાયની બાકીની સામગ્રી ઉમેરો અને તેને સારી રીતે બ્લેન્ડ કરો. અંતે બરફ નાખ્યા પછી એક ગ્લાસમાં લીંબુ નાખી સર્વ કરો. કેટરીના કૈફની સિક્રેટ સ્મૂધી રેસિપી તૈયાર છે.