લોકડાઉનના કારણે કપલે ચાર્ટર્ડ પ્લેનમાં કર્યાં લગ્ન, 130 સંબંધીની હાજરી, માસ્ક નહીં ને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
ચેન્નઈ : કોરોનાનો કહેર અટકાવવા માટે દેશમાં મોટા ભાગના રાજ્યોમાં પૂર્ણ કે આંશિક લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું છે. આ લોકડાઉનની અસર લગ્નો પર પણ પડી છે અને લગ્નોમાં મર્યાદિત સંખ્યામાં જ મહેમાનોની હાજર રહેવાની છૂટ છે. તમિલનાડુના એક યુગલે તેનો રસ્તો કાઢીને પ્લેનમાં લગ્ન કર્યાં અને આ લગ્નમાં 130 મહેમાનો હાજર હતાં. આ લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડાવી દેવાયા. લોકો માસ્ક પહેર્યા વિના એકબીજાની લગોલગ ઉભાં હતાં ને વરવધૂની લોકોના ટોળા વચ્ચે ઘેરાયેલાં હતાં. તમિલનાડુમાં કોરોનાના કેસ વધતાં 24 મે થી સાત દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકડાઉનનો નિયમ માત્ર ધરતી પર જ અમલી છે તેમ વિચારીને તમિલનાડુના આ યુગલે સગા-સંબંધીઓની હાજરીમાં લગ્ન કરવા માટે આ અનોખો કિમીયો અજમાવ્યો હતો. તેમણે ચાર્ટર્ડ વિમાનમાં 130 સગા-સંબંધીની હાજરીમાં લગ્ન કરી લીધાં. આ લગ્ન તમિલનાડુના મદુરાઈમાં થુથુકુડી જઈ રહેલી ચાર્ટર્ડ ફ્લાઈટમાં યોજાયા હતા.
મદુરાઈના રાકેશ અને દિક્ષાના લગ્ન બે દિવસ પહેલા થયાં હતાં. જો કે કોરોનાના નિયંત્રણોને કારણે તેમાં બહુ ઓછા પ્રમાણાં સંગા-સંબંધીઓ હાજર રહી શક્યા હતા. દરમિયાનમાં તમિલનાડુ સરકારે કોરોનામાંથી એક દિવસની મુક્તિની જાહેરાત કરી અને આ તક યુગલે ઝડપી લીધી હતી અને તાબડતોબ ચાર્ટર્ડ વિમાન બુક કરાવ્યું હતું.
આ વિમાનમાં તેમણે સગંનાની હાજરીમાં લગ્ન વિધિ સંપન્ન કરી હતી. દંપત્તિએ જણાવ્યું કે, વિમાનમાં સવાર તમામ 130 પ્રવાસીઓ તેમના સગા-સંબંધી હતા અને તમામનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો તે પછી જ તેમને વિમાનમાં બેસાવાની પરવાનગી આપવામાં આવી હતી.