રામસેતુના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડેલા ધજાગરા, માસ્ક વિના પૂજા, શૂટિંગ કરતા અધધ 45 કોરોના સંક્રમિત
અક્ષય કુમારની બહુપ્રતિક્ષિત ફિલ્મ રામસેતુનું શૂટિંગ હાલ રોકી દેવાયું છે. અક્ષય કુમાર સહિત ફિલ્મની ટીમના 45 લોકો કોરોના પોઝિટિવ આવતા શૂટિંગ રોકી દેવાયું છે. અક્ષય કુમારે થોડા સમય પહેલા જ રામસેતુ ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનિય છે કે રામસેતું ફિલ્મનું શૂટિંગ 30 માર્ચ શરૂ થયું હતું. શૂટિંગ પહેલા પૂજા રાખવામાં આવી હતી. જેમાં માસ્ક વિના પૂજામાં ફિલ્મની ટીમના મેમ્બર્સ હાજર રહ્યાં હતા.
ફિલ્મનું શૂટિંગ અયોધ્યામાં શરૂ થયું હતું. ફિલ્મના શૂટિંગ પહેલા અક્ષય કુમાર સહિતના સેલેબ્સે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુલાકાત કરી હતી આ સમયે પણ તમામ સેલેબ્સ માસ્ક વિનાન જ જોવા મળ્યાં હતા.
ફિલ્મના શૂટિંગ પહેલા અક્ષયકુમારની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અહીં પણ કોરોના પ્રોટોકોલનો છેદ ઉડતો જોવા મળ્યો હતો.
રામસેતુ શૂટિંગના મુહુર્ત માટે ફિલ્મના કલાકાર અક્ષય કુમાર, જેકલીન ફર્નાડીઝ, નુસરતા ભરુચા અયોધ્યા પહોંચ્યા હતા. જે સમયની તસવીર અક્ષયકુમારે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં પણ પ્રોટોકોલનો છેદ ઉડતો જોવા મળી રહ્યો છે
ફિલ્મનું મૂહુર્ત 30 માર્ચે હતું. ફિલ્મના શૂટિંગના મૂહૂર્તમાં પણ પ્રોટોકોલનો છેદ ઉડતો જોવા મળ્યો હતો. સામાજિક અંતર, માસ્કનું નામોનિશાન જોવા ન હતું મળ્યું.
અભિષેક શર્મા રામસેતુ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યાં છે. ફિલ્મ વર્ષ 2021માં દિવાળી પર રિલીઝ કરવાની જાહેરાત કરાઇ છે. જો કે કોરોના કારણે હાલ શૂટિંગ પર બ્રેક લાગી છે.