South Stars Education: કોઇએ એક્ટર બનવા છોડ્યો અભ્યાસ તો કોઇ પાસે છે B.Tech, BBAની ડિગ્રી, જાણો કેટલું ભણ્યા છે સાઉથ એક્ટર્સ?
શું તમે જાણો છો તમારા ફેવરિટ સાઉથ સ્ટાર્સ અલ્લૂ અર્જુન, મહેશ બાબુ, રજનીકાંત, પ્રભાસ, વિજયે કેટલો અભ્યાસ કર્યો છે. અમે આજે તમને તમારા ફેવરિટ સ્ટાર્સે કેટલો અભ્યાસ કર્યો છે તેની માહિતી આપીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ પુષ્પાથી ધમાલ મચાવી રહેલા અલ્લૂ અર્જુને ચેન્નઇમાં સ્કૂલનો અભ્યાસ કર્યો. હૈદરાબાદથી MSR કોલેજથી BBA કર્યું છે.
પ્રભાસ પાસે હૈદરાબાદના શ્રી ચૈતન્ય કોલેજથી B.Techની ડિગ્રી લીધી છે. બાદમાં તેમણે એક્ટિંગને કરિયર બનાવ્યું હતું.
રજનીકાંતે બેંગલુરુના ગવિપુરમ સરકારી કન્નડ મોડલ પ્રાઇમરી સ્કૂલમાં પ્રારંભિક અભ્યાસ કર્યો. બાદમાં રામકૃષ્ણ મઠમાં ઇતિહાસ-વેદનો અભ્યાસ કર્યો. બાદમાં મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટથી એક્ટિંગનો કોર્સ કર્યો
મહેશ બાબૂએ ચેન્નઇના લોયોલા કોલેથી બીકોમનો અભ્યાસ કર્યો છે. બાદમાં ત્રણ-ચાર મહિનાની અંદર એક્ટિંગની ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી.
વિજયે ચેન્નઇના લોયોલા કોલેજથી વિઝ્યુઅલ કોમ્યુનિકેશનમાં ડિગ્રી માટે એડમિશન લીધું હતું પરંતુ એક્ટિંગમાં રસ હોવાના કારણે કોલેજથી ડ્રોપ લીધો હતો.
ધનુષે 12મા સુધીનો અભ્યાસ ચેન્નઇથી કર્યો છે. તેઓ કોલેજ જઇ શક્યા નહી કારણ કે નાની ઉંમરમાં એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. પરંતુ બીસીએ કર્યું છે.