Esra Bilgic Pics: તુર્કીની આ એક્ટ્રેસની સુંદરતાના દિવાના છે ફેન્સ, જુઓ ગ્લેમરસ લૂકના ફોટો
Halima Sultan Fame Esra Bilgic Photos: તુર્કી ડ્રામા 'એર્તુગ્રુલ ગાઝી'થી અભિનેત્રી ઈસરા બિલ્જિક કેટલી લોકપ્રિય બની છે તે કહેવાની જરૂર નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ડ્રામાથી ઇસરા બિલ્જિકે આખી દુનિયામાં પોતાની ઓળખ એટલી બનાવી છે કે આજે લોકો તેને તેના અસલી નામથી ઓછા અને 'હલીમા સુલતાન'ના નામથી વધુ ઓળખે છે.
સમગ્ર વિશ્વમાં ઇસરાના લાખો ચાહકો છે. તે જ સમયે, સોશિયલ મીડિયા દ્વારા, અભિનેત્રી તેના ચાહકો સાથે પણ જોડાયેલી રહે છે.
આ દરમિયાન ઈસરા બિજલિકે ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે અલગ-અલગ લોકેશન પર જોવા મળી રહી છે.
એક તસવીરમાં તે દરિયાની શાંતિનો આનંદ માણી રહી છે, જ્યારે બીજી તસવીરમાં તે ખુરશી પર આરામથી બેઠેલી જોવા મળી રહી છે.
આ તમામ તસવીરોમાં બિલજિકની સ્ટાઈલ ખૂબ જ સુંદર છે, જે તેના ચાહકોને હંમેશાની જેમ પસંદ આવી રહી છે.
આ તસવીરો શેર કરતા કેપ્શન દ્વારા અભિનેત્રીએ જણાવ્યું કે, આ તસવીરો તેની તાજેતરની કેટલીક યાદોમાંથી છે.
જોકે, ઇસરા બિલ્જિક અવારનવાર આવી તસવીરો શેર કરે છે અને સોશિયલ મીડિયાની લાઇમલાઇટમાં રહે છે.