ટાઈગર શ્રોફને તેની ચાહકે લગ્ન માટે ડાયરેક્ટ પ્રપોઝ કરી દીધું, એક્ટરે શું આપ્યો જવાબ ?
જણાવી દઈએ કે, ટાઈગર શ્રોફ છેલ્લા લાંબા સમયથી બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી સાથે રિલેશનશિપમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સિવાય બીજા એક ચાહકે ટાઈગરને સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જૂન માટે કંઈક બોલવા કહ્યું તો ટાઈગરે લખ્યું કે,“અલ્લુ અર્જુન ટોલિવીડમાં મારા સૌથી મનપસંદ સ્ટાર છે. કાશ હું પણ તેની જેમ આગળ વધી શકું”
તાજેતરમાં જ ટાઈગર શ્રોફે ઈસ્ટાગ્રામ પર પોતાના ફેન્સને તેને સવાલ પૂછવાની તક આપી હતી. આ તકનો ફાયદો ઉઠાવતા યુકેની એક ચાહકે ટાઈગરને ડાયરેક્ટ લગ્ન માટે પ્રપોઝ કરી દીધું હતું. ટાઈગરની ડાયહાર્ડ ફેને ઈન્ટાગ્રામ પર લખ્યું કે, “યુકે આવી જાઓ અને મારી સાથે લગ્ન કરી લો.” તેના સવાલનો જવાબ ટાઈગરે પણ શાનદાર રીતે આપ્યો હતો.
ટાઈગરે લખ્યું કે, “કદાજ થોડાક વર્ષો બાદ, જ્યારે હું તમને સપોર્ટ કરી શકીશ. ત્યાં સુધી મારે ઘણું બધુ શીખવાનું છે અને કમાવાનું છે.” (ફોટો-ઇન્સ્ટાગ્રામ)
મુંબઈ: ટાઈગર શ્રોફ ફિલ્મોમાં પોતાની એક્ટિંગની સાથે સાથે જબરજસ્ત એક્શન પણ કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તેના સ્ટંટના વીડિયો ફેન્સ વાયરલ થતા રહે છે. તેના ડાન્સ મૂવ્સ અને એક્શન જોઈ ફેન્સ તેના પર ફીદા થઈ જાય છે. આજ કારણ છે કે તેની ફેન ફોલોઈંગ લાખો-કરોડોમાં છે. ટાઈગર સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે જોડાયેલો રહે છે અને તેના સવાલોના જવાબ પણ આપે છે. (ફોટો-ઇન્સ્ટાગ્રામ)
- - - - - - - - - Advertisement - - - - - - - - -